________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩પ૦
શ્રી પરમાત્મ જ્યોતિ:
દઢ સંક૯૫સામર્થ્યથી અવશ્ય આવી શુદ્ધ ભાવના પ્રગટયા વિના રહેશે નહીં. હે ભવ્ય સદાકાળ આ સંક્ષેપથી બતાવેલા ઉપાયો અમલમાં મૂકજે, જ્યાં સુધી અમલમાં મૂકીશ નહિ ત્યાંસુધી તેનું ફળ થશે નહિ, સદ્દગુરૂ તે કહેનાર છે પરંતુ કરવું તે તારા હાથમાં છે, હારા અંતઃકરણના સત્ય પ્રયત્નવિના આવી શુદ્ધ ભાવનાને અધિકારી તું થઈ શકીશ નહિ. માટે મુખથી નીકળેલાં વચને પ્રમાણે આવશ્યક પ્રવૃત્તિ રાખજે, એમ સતત પ્રવૃત્તિથી તે ઉચ પરમપદ પ્રાપ્ત કરીશ, આ પ્રમાણે ઉપદેશ આપી શ્રી સરૂ માન રહ્યા.
શ્રી સદ્ ગુરૂને વંદન કરી મનસુખભાઈ નામના ગૃહસ્થ કહેવા લાગ્યા કે હે ગુરૂ મહારાજ, આપની આજ્ઞા હોય તો હું કેટલાક પ્રશ્ન પુછવા ઈચ્છું છું
શ્રી સશુરૂ કહેવા લાગ્યા કે હે ભવ્ય ! હારી ઇચ્છા હોય તે પ્રશ્ન કર.
મનઃસુખલાલ–જગતમાં દેખાતા જડ પદાર્થો ઉપર રૂચિ થાય છે. તેને નાશ ક્યારે થાય ?
શ્રીગુરૂ-હે ભવ્ય ! જડ પદાર્થોમાં સુખ નથી. અને તે આત્માના નથી. એવી દઢ શ્રદ્ધા થાય છે, તે પશ્ચાત્ તેમાં સુ. ખની બુદ્ધિ રહેતી નથી. ચરિત્રમેહનીયના ઉદયથી તેમાં મુંઝાવું થાય છે. તે પણ વિવેક પ્રગટવાથી વિષ ભોગવે છે છતાં તેને વિષ તરીકે જાણે છે. તેથી તે આત્મસામર્થ્યથી અંતે આ માનું પરિપૂર્ણ સુખ પ્રગટાવી શકે છે.
મનઃસુખ–હે ગુરૂજી સર્વ મનુષ્યને સત્યધર્મને કેમ વિશ્વાસ થતું નથી ?
શ્રીગુરૂ–હે ભવ્ય ! સાંસારિકમનુષ્યોને ભિન્ન ભિન્ન કર્મ લાગ્યાં છે. જે જે પ્રકારનાં કર્મ વિખરે છે. તે તે પ્રકારને ગુણ પ્રગટી નીકળે છે. સર્વ મનુષ્યને મિથ્યાત્વાવરણ ટળી શકતું
For Private And Personal Use Only