________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ જાતિઃ
૩૪૮ આત્મધર્મ વિના અન્યત્ર રૂચિ કરવી નહિ. સાંસારિક પ્રત્યેક કાર્યમાં હું તેની મિથ્યાભાવના અન્તરથી ટાળવામાં આવે તે આત્મા પરમાત્મા છે એવું ભાન રહે, અથવા સેતું હું “ત ત્વમસિ – પરમાત્માસિ ” ઇત્યાદિ વાક્યનું પુનઃ પુનઃ હૃદયમાં સ્મરણ થાય તે “આત્મા પરમાત્મા” છે એમ અનુભવ રહે અને તેથી ક્ષણે ક્ષણે આત્મજીવન ઉચ્ચ થતું જાય. પરાભાષામાં ઉત્તમ પરમાત્મભાવનાના વિચારોને ક્ષણે ક્ષણે સ્કરાવવા જોઈએ. વૈખરી ભાષાથી જે પરમાત્મ ભાવનાનું બળ વૃદ્ધિ પામે છે તે કરતાં અનંતગણું બળ પરાભાષાથી પરમાત્મભાવના કરતાં વૃદ્ધિ પામે છે. આત્મા પરમાત્મા છે એવી શુદ્ધભાવના સર્વતઃ કરતાં પરમાભત્વ પ્રગટ થાય છે. આવી ભાવના માટે તેનું મરણ થાય તેવા અવલંબને આકરવાં, પરમાતમભાવના ભાવનાથી કેટલાક એમ કહે છે કે આત્મામાં અહંકાર ઉત્પન્ન થાય છે, માટે એવી ભાવના કેમ ભાવવી. આ શંકાના ઉત્તરમાં કહેવું પડશે કે, સત્તાથી જોતાં સ્વાત્મા તે પરમાત્મા છે, ત્યારે નયની અપેક્ષાએ એમ પિતાને માનતાં અહંકાર થતું જ નથી. “ અલ્પા સે પરમશ્યા? આત્મા એજ પરમાત્મા છે, ફક્ત કર્મથી ભેદ પડે છે ભાવના ભાવતાં કર્મને ભેદ ટળે છે અને રાગદ્વેષ વૃત્તિને ક્ષય થાય છે. સહજાનંદની ખુમારીની કંઈક ઝાંખી દેખાય છે ત્યારે શા માટે
આતમા તે પરમાત્મા” છે એવી ભાવના ન ભાવવી જોઈએ; અલ. બત ભાવવી જોઈએ. આત્મા તે પરમાત્મા” એવી ભાવના પરમ છેમથી ભાવવી. કર્મને જે જે દે છે તે તે દોષમય આત્મા છે એવી નીચ ભાવના કદી ન ભાવવી જોઈએ. પરમાત્મભાવના સદાકાળ રહે તેવા ઉપાયે સગુરૂગમથી સદાકાળ ધારવા જોઈએ. પ્રાતઃકાલમાં અને સૂર્યરત પર્યંતના સમયે મન વચન અને કાયાથી થએલાં દરેક કાર્ય પ્રસંગે આત્મા તે “પરમાત્મા છે એવી ભાવના રહી હતી કે નહિ? તેનું સ્મરણ કરી જવું. અમુકકાર્ય કરતાં આત્મા તે “પરમાત્મા” છે એવી ભાવના થાઓ. એ અન્તર પ્રદેશથી દઢ સંકલ્પ કર,
For Private And Personal Use Only