________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪૮
શ્રી પરમાત્મ જ્યોતિ: બાહ્યનું કરૂ છું. હાર માનું છું તે વસ્તુતઃ આત્માને ધર્મ નથી, આત્માને સ્વાભાવિક ધર્મ છે, આત્માના ધર્મથી ભિન્ન જેટલે ધર્મ દેખાય છે તે વિભાવિક ધર્મ છે, તેમાં મહારૂ અને હારૂ માનવું તે મિથ્યા છે. સ્વમમાં દેખાતા પદાર્થો જેમ ક્ષણિક છે તેમ મનમાં ઉઠતા હાદિ વિકલ્પ સંકલ્પ સર્વ ક્ષણિક છે, આ ત્માની અપેક્ષાએ “અસત્ ” છે, તેમાં હું શું રાચું? તેથી મહારૂ કંઈ કલ્યાણ થવાનું નથી. હું આત્મા ત્રણકાલમાં નિત્ય છું. શુદ્ધબુદ્ધ ભગવાન્ છું. શુદ્ધનિશ્ચયનયની દષ્ટિથી જે જે આત્મ સ્વરૂપ કહેવામાં આવે છે તે જ મ્હારૂ શુદ્ધસ્વરૂપ છે તે વિના હું અન્ય નથી, તેથી જગના દરેક કાર્યમાં આત્મધર્મનું કશું કંઈ નથી. આત્મબુદ્ધિ આત્મામાં છે, અસંખ્યપ્રદેશમય હું છું. આત્માનાઅનંતગુણ છે અને ગુણ આત્મા છે, ગુણ અને ગુણેને કથંચિત ભેદભેદ સંબંધ છે. ઉપશમાદિભાવે આત્માના ગુણેને પ્રકાશ કર તેજ આત્માને ધર્મ છે, આત્માના ધર્મમાં આત્મા રહે છે ત્યારે મનના ધર્મનું પિતાની મેળે જે હઠે છે અને તે ક્ષીણ થઈ જાય છે. આત્મધર્મનું સેવન કરવામાં જ આનંદ સમાયેલ છે. પ્રથમાવસ્થામાં એમ લાગેશે કે આ સર્વ કહેવામાં આવે છે તે શું ખરૂ હશે ! આત્મધર્મમાં સુખ હશે કે જડમાં સુખ હશે ! આવી ત્રિશંકુ જેવી અવસ્થામાં આત્મધર્મ તરફ બરાબર લક્ષ્ય રહેતું નથી તેમજ જડવસ્તુપર પણ સુખની બુદ્ધિ યથાર્થ રહેતી નથી. આવી અવસ્થાને મિશ્ર કહે છે. આ અવસ્થામાં ઘણે ભય સમાયેલું છે. ભરદરિયામાં બુડતા વા ઉગતાની શંકાવાળા વહાણની પેઠે આ અવસ્થામાં જડવતુ વા ચેતનવતુ એ બેમાંથી એકમાં સુખ રહ્યું છે તેને નિશ્ચય થતો નથી. આ અવસ્થાને જય સર્વત્ર આત્માભાવનાને પ્રબલ અભ્યાસ રાખવાથી થાય છે. દરેક કાર્ય કરતાં આમભાવનાની વૃદ્ધિ થશે તે સહજ પરમાત્મસ્વરૂપ પ્રગટશે તે માટે આ ત્મારામ પ્રતિ શુદ્ધ પ્રેમ રાખ. તેમાં સદાકાળ રાચામાચી રહેવું.
For Private And Personal Use Only