________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ જ્યોતિ
૩૪૭
આત્મા જાવે. વિકલ્પ સકલ્પરૂપ મન છે. રાગ દ્વેષાદિ દુર્ગુણા પણ મનદ્વારા ઉત્પન્ન થાય છે. માટે મનના ધમા અપેક્ષાએ કહેવાય છે. જે જે સમયે હિંર્ ભાવમાં લાલસા ઉત્પન્ન થાય ત્યારે તે મનના ધર્મ છે, અને તેમાં હું નથી. એવી આત્મ ભાવના કરવી. આત્મધર્મમાં હું છું કિંતુ મનના વિકાર જે જે ઉદ્ભવે છે. તેમાં હું નથી. આવી ઢ ભાવના થતાં મનુષ્ય જીવનમાં ક્ષણે ક્ષણે સુધારા થતા જાય છે. અને આત્મા શુદ્ધ પ્રદેશમાં ઉતરતા જાય છે, કેટલાક રાગદ્વેષના ત્યાગ કરવા. ત્યાગ કરવા, એમ પોકાયા કરે છે. કતુ જેમ જેમ તે વિશેષ લે છે. ત્યારે તેમનાજ હૃદયમાં રાગદ્વેષ વિશેષ થતા દેખાય છે. તેનુ કારણ એ છે કે રાગદ્વેષના ત્યાગ કરવા આ વાક્ય આત્મપ્રદે શમાં રહી ખેલતા નથી. પણ મનના ધર્મમાં રહી ખેલે છે તેથી આત્મબળ વૃદ્ધિ પામતું નથી. રાગદ્વેષ ખેલનારને ત્યાં રાગ દ્વેષ વિશેષ રહે છે. ત્યાં અન્ય પણ કારણ છે અને તે એ છે કે રાગ દ્વેષના ત્યાગ કરવા આ વાકયમાં ત્યાગ - વા એપર વિશેષ લક્ષ્ય અપાતું નથી. કિંતુ પ્રથમ રાગદૂ શબ્દ આવે છે તેજ સ્મરણમાં રહે છે અને તેથી રાગદ્વેષનું સ્મરણુ થતાં તેના સંસ્કાર હૃદયમાં પડે છે અને તે પ્રસ’ગેપાત પ્રગટી નીકળે છે. મનમાં રહીને રાગદ્વેષના ત્યાગ કરવા એ વાય નહિ ખેલતાં આત્માના સ્વરૂપ તરફ દષ્ટિ દેઈ રાગદ્વેષના ત્યાગ કરવા એમ દઢ ભાવના પૂર્વક વાક્ય ઉચ્ચારવામાં આવે તે તેની ચમત્કારી અસર થાય છે, અહિરાત્મ દશાએ મનના ધર્મ છે. તેની તરફ આત્મદૃષ્ટિથી જોઈએ છીએ તેા આકાશ પાતાલ જેટલે તફાવત માલુમ પડે છે, મનના ધર્મામાં કઇ પણ આત્મધર્મ નથી, જગમાં અશુદ્ધ ભાવના જેટલી થાય છે તે મનના ધર્મથી થાય છે અને જે જે અશે શુદ્ધભાવના થાય છે તે આત્માના ધર્મથી થાય છે, ખાતાં, પીતાં, હરતાં, ફરતાં, સુતાં, ઉઠતાં, ખેડતાં, વાતાચંત કરતાં અનેક કાર્ય કરતાં વિચારવું કે હુ જે
For Private And Personal Use Only