________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
३४१
શ્રી પરમાત્મ તિઃ આત્મજ્ઞાન છે. નિવૃત્તિ માર્ગ વિના ત્રણ કાલમાં આનંદ નથી. સહજાનંદની ખુમારીને જો ભેગા કરવાની ઈચ્છા હોય તે સંકલ્પ વિકલ્પદશા પરિહરીને આત્મસ્વરૂપમાં રમણતા કરવી. સંકલ્પ વિકલ્પવાળી બાહ્યદશા ભૂલ્યા વિના અતરને આનંદ શી રીતે મળશે? મનની શુદ્ધિ થવાને પણ આજ માર્ગ છે. સંસારમાં દેહ છતાં તેમજ દેહનાં કાર્ય કર્યા છતાં પણ અન્તરની આવી નિર્લેપાવસ્થા વિશેષતઃ ઉપાદેય છે. આવી દશાની સાધના માટે બાહ્ય જે જે સાધને જે જે રીતે ઉપયોગી થાય તેનું અવલંબન કરવું ગમે તે ભાષામાં આવાં સમ્યગૂ ધર્મ વચને હોય તે પણ સાધ્યદષ્ટિથી તેનું અવલંબન કરવું. બાહ્ય ધર્મ હેતુઓમાં બલાબલને વિચાર કરી આસન્નપુષ્ટહેતુઓને અવલંબી અન્તરમાં ઉતરવું. આમ કરવાથી અનંત સુખમય આત્મા પ્રકાશે છે. ધર્મધ્યાનના ચારપાદ સોલંબનરૂપ હોવાથી ભવ્ય છએ અશુભાલંબનેને ત્યાગ કરી તેને આદરવા. આત્મા તું
તે જ પરમાત્મા છે. કર્મ પડદે ધ્યાન કટારીથી ચીરી નાખીશ તે હારૂ સહજ શુદ્ધ સ્વરૂપ દેખાશે. આત્માના શુદ્ધ સ્વરૂપને કે પરમબ્રહ્મ કહે છે. કોઈ વિશુદ્ધ બ્રહ્મ કહે છે. કોઈ “પરમાત્મ તિ” કહે છે. કેઈ વિજ્ઞાનઘન કહે છે. કેઈ નિરંજન નિરાકાર કહે છે. કેઈ સિદ્ધબુદ્ધ કહે છે. ઇત્યાદિ અનેક વિશે. ષણાથી આત્માનું શુદ્ધ સ્વરૂપ કહેવાય છે, હેય, ય, અને ઉપાદેયની ત્રિપદી સમજીને શુદ્ધાત્મતત્ત્વ ગ્રહણ કરવું. અશુદ્ધ પરિણતિને ત્યાગ કરે.
ગિરધરલાલ નામના એક ભક્ત શ્રી ગુરૂને વિધિ પૂર્વક વંદન કરી પુછવા લાગ્યા કે હે ગુરૂરાજ આત્મા પરમાત્મા છે. એવું ભાન રહે તે સહજ નિર્મલ સ્વરૂપ પ્રગટે. પરંતુ આત્મા તે પરમાત્મા છે એવી ભાવના સાંસારિક પ્રત્યેક કાર્ય કરતાં છતાં શી રીતે રહે તેના ઉપાયો કૃપા કરીને બતાવશે.
શ્રી સશુરૂ કહે છે કે હે ભવ્ય ! મનના ધર્મની પેલી પાર
For Private And Personal Use Only