________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ તિઃ
૩૪૫
આ પ્રમાણે વિપાકવિચય નામનાં ધર્મ ધ્યાનના પાયાનું સ્વરૂ૫ વર્ણવ્યું.
છે. સંસ્થાના વિષય. ધર્મધ્યાનને સંસ્થાનવિચય નામને ચોથે પાયે છે. ચઉદરાજ લેકનું વૈશાખ સંસ્થાન છે. તેમાં પદ્રવ્યને સમાવેશ થાય છે. ચતુર્દશ રજવાત્મક લેક દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ શાશ્વત છે. અને પર્યાયાર્થિક નયની અપેક્ષાએ “અશાશ્વત છે. દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ “નિત્ય” છે અને “પર્યાયાર્થિક નયની અપેક્ષાએ “અનિત્ય છે. ચઉદરાજ લેકમાં અનતિવાર જીવે પરિભ્રમણ કર્યું. પણ કંઈ પાર આપે નહિ લોકાકાશના અસંખ્યાત પ્રદેશે જીવ અનંતિવાર ભમે, પણ કર્મને નાશ થયા વિના જરા માત્ર સ્થિરતા પાપે નહીં. વિવેક દષ્ટિથી વિચારવું કે હે જીવ ચઉદરાજ લેકમાં પરિભ્રમણ બંધ કરીને હવે સ્થિર થા. પિતાના વરૂપમાં સદાકાળ રહે, ચઉદરાજકમાં લ્હારૂ કંઈ નથી, તું છે તે તું છે અન્ય કોઈ હારૂ નથી. આ પ્રમાણે સંસ્થાના વિચય સંબંધી વિચાર કરી તેને “સંસ્થાનવિચધ્યાન” કહે છે. ધર્મ દયાનના આલંબનેને પણ આ પ્રમાણે વિચાર કરે. ધર્મધ્યાન સંબંધી વર્ણન કર્યું. શુકલ યાનનું સ્વરૂપ તે પ્રથમ જ દશાવ્યું છે. આ પ્રમાણે ધર્મધ્યાન અને શુકલ ધ્યાન ધ્યાવાથી અનેક લબ્ધિની પ્રાપ્તિ થાય છે. આત્માના સર્વ ગુણેને આવિર્ભાવ થાય છે. વસ્તુતઃ વિચારતાં જણાશે કે “આત્મસ્વરૂપ” માં રમણતા કરવાથી સર્વ કર્મને નાશ થાય છે. માધ્યસ્થભાવથી આત્મતત્ત્વનો શધ કરીને આત્મ સમાધિમાં લીન થવાય તેવા પ્રયત્નમાં તત્પર રહેવું. સર્વ વસ્તુઓના અનંત ભેદને જાણવાની શક્તિ આત્મામાં રહી છે. આત્મા પિતાનું સ્વરૂપ જાણે છે. ત્યારે તેને અપૂર્વ આનંદ પ્રગટે છે. બાહ્ય વસ્તુનું ગમે તેટલું જ્ઞાન કરવામાં આવે પણ જ્યાં સુધી પોતે કેણું છું? તેનું જ્ઞાન ન કરવામાં આવે ત્યાં સુધી સર્વ જ્ઞાન કાચું છે. અલપકાળમાં સાધી લેવા ગ્ય
For Private And Personal Use Only