________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪૪
શ્રી પરમાત્મ તિઃ
તે પશ્ચાત હું કોનાથી બંધાઉ? અસંખ્યપ્રદેશમયચેતનરૂપમાં સદાકાલ ઉપગ રાખવો જોઈએ. વ્યવહારગે શરીર છતાં ખાવું પીવું આદિ વ્યવહાર કરવા પડે છે, કિંતુ તેમાં મારાપણું હું દેખતે નથી તેથી બંધાતું નથી. એ જ્ઞાની મહાત્મા કર્મ વિપાકે ભેગવતાં પણ અન્તરથી અલિપ્ત રહી એમ વિચારે છે. પૃથ્વી ચંદ્ર અને ગુણસાગરને આવી અન્તરની આત્મદશાથી મેહના પ્રબલ સ્થાનમાં પણ કેવલજ્ઞાન થયું. અરણિકાચાર્યના શરીરથી જલાદિ જીવોની વિરાધના થતી હતી. તે પણ તેમનું મન આ. ત્મામાં રમણ કરતું હતું તેથી કેવલજ્ઞાન પામ્યા. બાહ્યભાવમાં રાગદ્વેષથી મન રમે છે ત્યારે આત્મા બંધાય છે. અને જ્યારે બાહ્યભાવમાં રાગદ્વેષથી મન રમતું નથી ત્યારે આત્મા મુક્ત થાય છે. કર્મના વિપાકે ભોગવતાં છતાં પણ મનની નિર્મલદશા રાખવી એ પિતાના સામર્થ્ય ઉપર આધાર રાખે છે. આત્મજ્ઞાન સામર્થ્ય થી સર્વ થઈ શકે છે. જેટલી આત્મસ્વરૂપ પર રૂચિ તેટલી બાહ્ય રૂચિ ટળે છે. સૂર્યને વિટાએલાં વાદળાં સદાકાળ રહેતાં નથી તેમ આત્માને લાગેલા વિપાકે સદાકાળ રહેવાના નથી માટે હદયમાં ધર્મ ધારણ કરવું. આત્મસામર્થ્યમાં એવી શક્તિ છે કે જેથી વિપાકે ભેગવતાં છતાં પણ નવાં કર્મ બંધાતાં નથી. આત્મજ્ઞા નશક્તિ પ્રતિદિન ખેલવવી જોઈએ. જે જ કર્મ વિપાકો લેગવતા છતા હાયવાળ કરે છે તે આર્તધ્યાનાદિમાં મગ્ન થઈ અશુદ્ધપરિણામે સમયે સમયે નવીન કર્યગ્રહણ કરે છે. કર્મ વિપાક સંબંધી જે જે વર્ણન કર્યું. અને કર્મ વિપાકે ભેગવતાં જે જે ઉપાયે ગ્રહણ કરવાના બતાવ્યા તે ઉપર પૂર્ણ લક્ષ્ય આપવું જોઈએ. કર્મ વિપાકોના સામા થવાને માટે ભિન્નભિન્ન પાત્ર ગોઠવીને જે ઉપદેશ આપેલ છે તે પ્રમાણે જે ભવ્ય વર્તે છે તે વિપાકેના સામે થઈ શકે છે. કર્મ વિપાકે જાણ્યા પણ તે સમયે કેમ વર્તવું તે વિસ્તાર પૂર્વક જણાવ્યાથી ભવ્ય જીના આત્માની શુદ્ધિ સદુપયેગથી ભૂતકાલમાં થઈ થાય છે. અને થશે,
For Private And Personal Use Only