________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪૩
શ્રી પરમાત્મા તિ: વિપાકને દૂર કરે છે. કર્મના વિપાકે એક જાતની ઉપાધિ છે તેમાં જે આનંદ વા શેક માને છે તેને પરિપકવ જ્ઞાન થયું નથી એમ જાણવું. નદીના પૂરમાં શૂદ્ર પ્રાણિયે તણાઈ જાય છે પણ જેને બરાબરતરતાં આવડે છે તે આત્મબળથી પાણીના પૂરમાં તણાતા નથી. તેમ કર્મના વિપાકમાં પણ ભવ્યજીએ સમજી લેવું. જે મનુષ્ય દુનિયાના કહેવા ઉપર આત્માની ઉન્નતિ વા અવનતિ સમજે છે તે બાહ્યવૃત્તિને ધારણ કરી બાહ્યભાવથી વૃત્તિને હઠાવી શક્તા નથી, તેથી તેમનું આત્મસ્વરૂપ ખીલી શકતું નથી. બાહ્યમાં દષ્ટિ દેતાં અતરનું દેખાતું નથી. અને અન્તરમાં દષ્ટિ દેઈ અન્તરવૃત્તિથી વર્તતાં બાહ્યનું દેખાતું નથી. એમ છત્મસ્થાવ. સ્થામાં બને છે. કર્મના વિપાક જીતવા સારૂ ભવ્યએ અન્તર દષ્ટિ ધારણ કરવી, “આત્મસ્વરૂપ સત્ છે. શરીર, મન, વાણીની કિયાથી પણ હું પરણું તે તે ત્રણમાં પણ મહત્વબુદ્ધિ કેમ ધારણ કરૂ? ખાદ્યકિયાએ મારી નથી તે પણ તેમાં હું અહં ત્વ બુદ્ધિ કેમ ધારણ કરૂ? બાહ્યભાવ અવલંબીને દુનિયા મને જે કંઈ કહે છે તે હું નથી. કર્મ વિપાકના અણુઅણુમાં હું આત્મા નથી, માટે ભલે કઈ કર્મના વિપાકને આરોપ કરી મને સારે ખોટે કહે તેથી મારું કંઈ જતું આવતું નથી. મહારા સ્વરૂ પની દુનિયાને માલુમ નથી તેથી દુનિયા અજ્ઞાની જે કંઈ કહે તેમાં લક્ષ્ય કેમ દેવું? જગત્ મને દોષી કહે છે પણ ખરેખર જગત્ અજ્ઞાનથી અધ છે; તેથી તેના બેલવાથી
રાગદ્વેષ કરવો જોઈએ? નામરૂપ પણ કર્મના વિપકા છે તેમાં હું લેશ માત્ર નથી, તેથી તેની અનેક પ્રકારની ઉપાધિયેમાં હું અસત્પણું દેખું છું. જગતું મને બાહ્યની સારી બેટી ઉપાધિવાળે દેખે તે તેમાં હું આત્મભાવે “અસત્ ” પણું દેખું છું. આવી સત્ય ભાવનાથી બાહ્યના સંસર્ગમાં હું લેશ માત્ર દુઃખી થતું નથી. અનેક પ્રકારના ભેદથી ભરપૂર બાહ્ય જગત્ છે તેમાં હું નથી અને એ હારૂ નથી, આ દઢ પ્રત્યય મનમાં વતે છે
For Private And Personal Use Only