________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- શ્રી પરમાત્મ
તિ:
૩૪
બોરની પેઠે સુંદર થવા લાગી, મારા શરીરની સુંદરતા દેખીને અનેક પુરૂષો મારી તરફ જોવા લાગ્યા, મારી સાથે પ્રેમ કરવાને અનેક પુરૂષ લલચાતા હતા, મારી બહેનપણમાં પણ હારૂ સારૂ માન હતું અને તેમાં હું શોભતી હતી. કેટલાક કામી પુરૂષે આડા વ્યવહારને માટે મને બહુ લલચાવતા હતા, કેટલાક યુવાવસ્થાવાળા પુરૂષે તે મારી મહેરબાની મેળવવા માટે હું કહું તે કાર્ય ચાકરની પેઠે કરતા હતા, કેટલાક તે મારા શરીરનાં ખીલેલાં અંગે દેખી લયલીન થઈ જતા હતા. યુવાવસ્થાવાળી મારી છબીઓનું દર્શન કરી કેટલાક તે કામી બની જતા યુવાવસ્થાની શરીરની શેભા જેવી મારી હતી તેવી હે બાલિકાઓ તમારી નથી, અનુકમે હું પરણી, પુત્રપુત્રી થયાં, શરીરના અંગો કરમાવા લાગ્યાં લેહી ઘટવા માંડયું, જમેલું પણ બરાબર પચવા ન લાગ્યું. છેક હવે તે વૃદ્ધાવસ્થા આવી છે. શરીરપર કરચલીઓ વળી ગઈ છે, થરથર શરીર ધ્રુજે છે, શ્વાસ ચઢે છે, ચાલતાં પડી જાઉ છું. મારી આવી અવસ્થા આવી ગઈ છે, યુવાવસ્થામાં હું કેવી હતી, અને હાલ કેવી છું, તે જે ઉછું તે પૂર્વના મારા અભિમાનને પશ્ચાતાપ થયાવિના રહેતું નથી, દેવતાઓની અસરાઓનાં સુંદર શરીરે પણ સદાકાળ રહેતાં નથી તે મનુષ્યને શહીસાબ ! હે બાલાઓ મારી મશ્કરી કરતાં અંતે તમારી મશ્કરી થાય છે એમ નક્કી જાણજે, કર્મના વિપાકો શું કરી શકતા નથી, એક દીવસમાં સૂર્યની પણ ત્રણ અવસ્થા થાય છે તે તમારી એક સરખી અવસ્થા શી રીતે રહેશે ! હે બાળાઓ !!! જુવાનીને લટકે મટકે શેડા દીવસને છે. જે શરીર તમેએ માતાના પેટમાં બાંધેલું છે તે શરીર તમારી સાથે સદાકાળ રહેવાનું નથી. હે બાળાઓ, તમે જે શરીરની સુંદરતા દેખી ખુશ થાઓ છે. અભિમાન ધારે છે, તે શરીર તમારૂ નથી, પાણીના પરપોટા જેવી કાયા કલેવરની બાજી કેઈને સદાકાળ છાજી નથી, અને છાજનાર પણ નથી. કર્મનાયેગે શરીર બનેલું છે અને તેમાં કર્મના
For Private And Personal Use Only