________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આમ, *
*
*
શ્રી પરમાત્મા તિ: જ્ઞાનદશાથી આત્મામાં અપૂર્વશક્તિ જાગ્રત થાય છે, તેથી નવીન કર્મ બંધાતાં નથી, તેથી જ્ઞાની અ૫કાલમાં કર્મવિપાકો ભેગવી આત્મા શુદ્ધ બને છે. કર્મવિપાકમાં આત્મદષ્ટિથી જોઈએ તે શું પિ તાનાપણું છે, ખરેખર કંઈ મારાપણું નથી, આત્મદષ્ટિ થતાં કર્મ વિપાકોના ગંજાવર ઢગલા વચ્ચે વચ્ચે ઉભે રહેલે પુરૂષ બંધાતા નથી, કર્મને વિપાક સંબંધી કેટલુંક કહ્યું, કેટલાક જ શુભવિપાકના પ્રસંગે અશુભવિપાક મેળવનારને હસે છે, ધિકકારે છે તે એગ્ય નથી. એક દીવસ એક વૃદ્ધ સ્ત્રી હસ્તમાં લાકડી ઝાલી માર્ગમાં જતી હતી, તે ડેશીને દેખી કેટલીક યુવાવસ્થાવાળી છોકરીઓ કહેવા લાગી કે, અરે કુબડી ડેશી દૂર ખસ, હારી આવી અવ
સ્થા હાંસી ઉત્પન્ન કરે છે, ઈત્યાદિ વાણીથી તે છેકરીઓએ ડશીની મશ્કરી કરી, ત્યારે ધૈર્યધારણ કરી શી કહેવા લાગી કે, હે મદાંધ છોકરીઓ તમે બિલકુલ મૂર્ખ છે, જુવાનીના મદમાં છાકી જશે નહિ. મારી પેઠે તમારી પણ એક દીવસ મશ્કરી થવાની છે. હાલ તમે કર્મના જે વિપાકે ભેગવે છે તે સદાકાળ રહેવાના નથી, એક દષ્ટાંત સાંભળે.
पीपल पान खरंत, हसती कुंपलियां;
मुजवीती तुज वीतशे, धीरी बापलियां. १ પીપળનાં પાકાં પાન વાયુની પ્રેરણાથી ખરે છે તે દેખીને જાણે નાનીનાની કુંપલે જૂનાં ખરી પડેલાં પાનને હસતી હોય એમ લાગે છે ત્યારે ઘરડાં પાન કહે છે કે, હે કુંપલો તમે અભિમાન કરશે નહિ, તમારા જેવાં અમે પણ એક દિવસ હતાં અમે પણ કલકલ કરતાં હતાં, આજ અમારી આવી અવસ્થા થઈ છે તેવી તમારી પણ થશે, ધીરજ રાખે, તે છોકરીઓ !!! આ દષ્ટાંત પ્રમાણે તમે પણ હાલ ગુલતાન કરે છે, યુવાવસ્થામાં તમારી ખભે આંખે આવી છે. પણ તમારી યુવાવસ્થા સદાકાળ એક સરખી રહેવાની નથી, હું પણ તમારા જેવી એક યુવાવસ્થાવાળી છોકરી હતી, મારાં અંગે ખીલવા માંડયાં તેમ તેમ હું પાકેલા
For Private And Personal Use Only