________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ જાતિ:
૩૩૯ ગહન ગતિ છે. કર્મના વિપાકમાં ક્ષણિકતા વિચારવી. કદયથી પિતાનું શુદ્ધ સ્વરૂપ ભૂલવું નહિ. કર્મ વિપાકના વિચિત્ર ફેરફારથી સદા એક સરખા દીવસ જતા નથી. કર્મ વિપાકેથી વિચિત્ર દશા દેખાય તે પણ અન્તર દષ્ટિથી દેખતાં તે આત્માની નથી. તે પછી તેમાં મુંઝાવું તે તો ખરેખર અવિવેક છે. કેઈ વ્યભિચા રી કહે. કેઈ લંપટ કહે, કોઈ ગાંડે કહે, કઈ ઘાતકી કહે, કઈ દુર્જન કહે. કેઈ પાંખડી કહે તે પણ જ્ઞાનીએ તે એમ વિચારવું કે દુનિયા જે જે બાહ્યના આરોપ કરે છે તે હું નથી. બાહ્ય ના આરેપિમાં હું નથી, જે જે અશુદ્ધતા છે, તે હું નથી. આ શુદ્ધતાને અશુદ્ધ કહી કેઈ બેલાવે તે યથાર્થ છે. પણ હું શુદ્ધસ્વરૂપમય છું તે શા માટે એક પાકું ? અષ્ટકર્મની અશુદ્ધતા આત્માને લાગી છે. જ્યાં સુધી અષ્ટકર્મ, આત્માની સાથે લાગ્યાં છે ત્યાં સુધી તે કર્મની અપેક્ષાએ અશુદ્ધતા છે. અને તે અશુ દ્વતાની અપેક્ષાએ મને કઈ ગમે તે કર્મનો વ્યવહારથી બોલાવે તે ભલે બેલવે, બોલાવનાર પણ તે દ્રષ્ટિથી જોતાં તે છે, આખું જગત પણ તેવું છે. શુદ્ધનિશ્ચયદષ્ટિથી જોતાં મારૂ સ્વરૂપ તેવું નથી. અને શુદ્ધસ્વરૂપની જેટલી ભાવના હૃદયમાં ક્ષણેક્ષણે કરીશ તેટલે તેટલે હું ઉચ્ચ થઈ શકીશ. એમ વિચારવું. જ્ઞાનીએ આત્માનું શુદ્ધસ્વરૂપ ધ્યાવવું, આત્માનું મૂળ સ્વરૂપ શુદ્ધનિશ્ચયનયથી શુદ્ધ છે અને તે નયથી ધ્યાન કરીએ તો તેવું સ્વરૂપ પ્રગટ થાય છે. હું અશુદ્ધ છું એમ અશુદ્ધસ્વરૂપમય આત્માને ચિંતવવાથી શુદ્ધતાની વ્યક્તિ શી રીતે પ્રગટ થઈ શકે ? અશુદ્ધતા લાગી છે તે પણ શુદ્ધતાની ભાવનાથી ટળે છે માટે આત્મશુદ્ધસ્વરૂપ ભાવવું, આત્મશુદ્ધસ્વરૂપની પૂર્ણ શ્રદ્ધા ધારણ કરી જે ભાગ્યે ધ્યાન ધરે છે તે કર્મના વિપાકોને ભેગવતા છતા નિર્જરા કરે છે, અને નવીન કર્મ બાંધતા નથી. આત્માની અશુદ્ધ પરિણિત થાય તે મુખ્યતાએ કર્મ બંધાય, પણ જ્યાં સુધી શુદ્ધભાવના હોય છે ત્યાં સુધી એમ બનતું નથી તેથી નવીન કર્મ બંધાતું નથી. આત્મી
For Private And Personal Use Only