________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩૬
શ્રી પરમાત્મા જયોતિ: અને તેમના કહેલા ઉપાયે અમલમાં મૂકે છે. શ્રી સદગુરૂની આજ્ઞા ગૃહસ્થ ભકતએ સદાકાલ હદયમાં ધારણ કરવી. કેટલાક વિનય ભકતે તે વિપાકના સમયે ગુરૂને ઉપદેશ સ્મરણ કરી આત્મ વીયેસાહથી આનંદમાં રહે છે. અને મુખથી ગાય છે કે,
अनुभवीने एटलु भाइ आनन्दमा रहे_रे, सुख दुःख आवे त्यारे समभावे सहेवुरे. कोइने कांइ न कहेवूरे. अनुभवीने एटलं आनन्दमा रहेQरे.
સર્વ સાધુઓના ગુણ પ્રમાણે સેવા ભક્તિ કરવી, દાન, શીયલ, તપ, અને ભાવનાનું યથાર્થ સ્વરૂપ સમજી અત્તરની શક્તિ ખીલવવા પ્રયત્ન કર, હે ભવ્ય આત્મસ્વરૂપમાં મન લાગે છે તે પશ્ચાત્ વિપાકનું જોર ચાલતું નથી, વિપાકોને ક્ષણિક સ્વભાવ છે તેથી તે અંતે નાશ પામશે એમ મનમાં પૂર્ણ નિશ્ચય ધારણ કરવો. જે ભવ્ય, વિપાકમાં અહત્વ બુદ્ધિ રાખે છે તે બંધાય છે અને જે અહત્વ બુદ્ધિ રાખતું નથી તે બંધાતો નથી. વિપાકે ભેગવતાં કાયરતા કરવી નહિ. કારણકે કાયર બનવાથી કંઈ વિપાક નષ્ટ થઈ જતા નથી. પણ ઉલટું વીત્યા હથી વિપાકો ભેગવતાં છતાં પણ જાણે મને કંઈ નથી એ અનુભવ થાય છે. હે ભવ્ય ! આત્મસ્વરૂપ ઉપર વિશ્વાસ રાખી વિપાકને વેદજે, પણ તેમાં બંધાઈશ નહિ. સૂર્યના પ્રકાશને રેકનાર વાદળની ઘટા વાયુ વેગથી વિખરાઈ જાય છે. કર્મ જે કે ગમે તેવું બળવાન છે છતાં આત્મશક્તિ તરફ નજર કરીએ છીએ તે કર્મ વિપાકેની ક્ષણિકતા સ્પષ્ટ જણાઈ આવે છે. કર્મ વિપાકોમાં આત્મત્વ નથી, પાંજરામાં પડેલો સિંહ પાંજરાથી ભિન્ન છે તેમ કર્મના વિપાકો પણ આમાથી ભિન્ન છે. કર્મના ઉદયમાં સમાન ભાવના રાખી શકાય છે. અનેક મહાત્માઓએ કર્મ વિપાકો ભેગવતાં સમાનભાવના રાખી છે. તે તું પણ તે પ્રમાણે રાખી શકે, જેટલું આત્મવીર્ય ફેરવીશ તેટલી સમાનભાવના તું રાખી શકીશ. શ્રી મહાવીરસ્વામીએ કર્મ વિપાકે -
For Private And Personal Use Only