________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨૮
શ્રી પરમાત્મ જ્યોતિ કેમ ન ટળે. કેધથી સારશે નીકળે, હવે કરવામાં સાર છે કે કેમ? એ વાકય સંબંધી જેટલી બુદ્ધિ પહેચે તેટલે વિચાર કરી જજે, અને છેવટે પશ્ચાતાપ કરી બીજા દીવસે ફાધ ન થાય તેવા ઉપાયે રચજે, આખા દિવસમાં આજ કયા ક્યા વખતે કેના કેના પ્રસંગમાં આવતાં, વા, વાતચિંત કરતાં વા કઈ વિચારતાં અહંકાર થયે તેનું સ્મરણ કરવું. કાલ કરતાં આજ અહંકારના વિચારે વિશેષ આવ્યા કે અ૫ આવ્યા ? અહંકાર કેમ થવા દીધે? કેમ ન ટળે? શું કારણ? સારશે નીકળે? હવે કરવામાં સાર છે કે કેમ તે સંબંધી એક વાક્ય પર જેટલી બુદ્ધિ પહેંચે તેટલે વિચાર કરી જ. કરીને છેવટે પ્રશ્ચાતાપ કર. મારાથી અહંકાર નાશ થશે એમ ઉત્સાહને સંકલ્પ કરે, ભવિષ્ય દીવસમાં અહંકાર ન થાય તે સંબંધી દઢ પ્રતિજ્ઞા કરવી, આજના દીવસમાં કેના કેના સંબંધમાં આવતાં કપટના વિચારો થયા. વા, કપટ રચાયું. તે સંબંધી પ્રાતઃકાલથી તે સધ્યાસુધીનાં દરેક કાર્ય તપાસવાં, કપટ કેવા સ્વાર્થ માટે થયું. કેને કેને કપટમાં ફસાયા ? કપટથી પરિણામ શું આવ્યું? કાલ કરતાં આજ કપટના આચાર વિચાર વિશેષ થયા કે અલ્પ થયા? કપટ જાણીને કર્યું કે અનુપયેગથી થયું? કપટ કેમ ન ટળ્યું? શું કારણ છે ઈત્યાદિ વા પર એક પછી એક એમ બહુ વિચાર કરી જવા. પશ્ચાત્ ભવિષ્યમાં કપટ ન કરવાને દઢ સંકલ્પ કરવો. કપટના વિચારોને નાશ કરવાની મારામાં શક્તિ છે એમ આત્મસામર્થ્ય વિચારવું. છેવટે ખરા અંતઃકરણથી પશ્ચાતાપ કર, આજના દિવસમાં પ્રાતઃકાલથી તે સૂર્યાસ્ત સમય સુધી જે જે કંઈ પ્રસંગ પામી લેભના વિચાર કર્યા , તે તે પ્રમાણે પ્રવૃત્તિ કરી હોય તેને વિચાર કરી જ, કેમ લોભ ઉદયમાં આવ્યું, તેમાં શે સાર છે? લોભથી મારૂ તેમ અન્યનું શું અહિત થયું? લેજનું પરિણામ શું આવ્યું, ગયા દીવસ કરતાં આજ લેભના વિચારે વિશેષ થયા કે અલ્પ થયા. લેભ જાણતાં થયે કે આ
For Private And Personal Use Only