________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ જ્યોતિઃ પગ દશાથી થયે. ઈત્યાદિ વાકપર એક પછી એક પશ્ચાત્ એક એમ બહુ વિચારે બુદ્ધિ પ્રમાણે કરી જવા, પશ્ચાત ખરા અંતઃકરણથી પશ્ચાતાપ કરી જ. ભવિષ્ય સમયમાં લાભના વિચારે પ્રગટે નહિ તે માટે આત્મવીર્યથી દઢ સંક૯પ કરે.
આ ચારકષાય સંબંધી આલોચના પ્રાયશ્ચિત્ત કરીને પશ્ચાત્ નિદાના વિચાર પ્રસંગને પામી જે જે સંબંધી આવ્યા હોય તે તે સંબંધી વિચાર કરી પશ્ચાતાપ કરે. ભવિષ્ય સમયમાં નિન્દાના વિચાર ન થાય તે માટે દઢ સંક૯૫ કરો. આજના દિવસમાં મનમાં પરનું બુરૂ કરવાના તથા હિંસા કરવાના છે જે વિચારે થયા હોય તેનું સ્મરણ કરી જવું. શા માટે તેવું ખરાબ ચિંતવન થયું? કેમ થવા દીધું? ખરાબ ચિંતવનથી શું પરિણામ આવ્યું? ખરાબ ચિંતવનથી પરનું કેવું અશુભ થયું? ખરાબ ચિંતવનથી પરના કરતાં પોતે કેટલે ખરાબ બજે? કાલકરતાં આજ નિન્દા હિંસાના વિચારો વિશેષ થયા કે અલપ થયા તે સંબંધી વા. ઉપર એક પશ્ચાત્ એક એમ ઘણુ વિચાર કરી જવા, પશ્ચાત્ પશ્ચાતાપ કરે, મનથી આટલા વિષયે સંબંધી વિચાર કરી જવા.
હવે વચનથી દુર્ભષણ કર્યું હોય તે સંબંધી પશ્ચાતાપ કરે. હે ભવ્ય ! વિચારવું કે મનમાં કંઈ પણ બોલવાનો વિચાર થયા વિના બોલાતું નથી, મનમાં બોલવાને વિચાર નથી થત તે બેલાતું નથી. મનમાં મન રહેવાનું ધાર્યું હોય તે મનુષ્ય કંઈ પણ બોલી શકતો નથી, પ્રથમ તે સપ્રજન એગ્યતા વિના બોલવું પણ ગ્ય નથી, મનુષ્ય જાણે છે છતાં મનુષ્ય પ્રમાદથી ભૂલ કરે છે અને દુર્ભાષણ કરે છે, તેમાં પ્રથમ રાગ સંબધી દુભાષણ પ્રાતઃકાલથી આરંભીને સંધ્યાપર્યંતમાં થયું હોય, તે કયે કયે પ્રસંગે થયું. કોની કોની સાથે કેવા સંયેગોમાં થયું. તેવા પ્રસંગે આત્મશક્તિને ઉપયોગ કર્યો હતો કે નહિ, વાણીને કબજામાં કેમ રાખી શકે નહિ ? રાગ સંબંધી
For Private And Personal Use Only