________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ નિ:
૩ર૭ આજ્ઞા માગી કહે છે કે, હે ગુરે, કર્મના વિપાકે ભેગવતાં આત્મસ્વભાવમાં ન રમાયું હોય અને જે જે તેનું સેવન કર્યું તેને નાશ કરવાની વિધિ બતાવશે કે જેથી હું કર્મના વિપાકે ભેગવતાં છતાં પણ પ્રતિદિન આત્માનું આનંદમય જીવન ઉચ્ચ કરી શકું, શ્રી સદ્દગુરૂ કહે છે કે, હે ભવ્ય, તે શુભ પ્રશ્ન કર્યો છે. તારા આત્માને ધન્ય છે કે જેમાંથી આવી ઉચ્ચ જિજ્ઞાસા પ્રગટે છે.
હે ભવ્ય હું હારી આગળ જે કંઈ કહું છું તે સાંભળી તું વર્તનમાં મૂકીશ તે તને ફાયદો થશે. સહસલક્ષ પુરૂષે સાંભળે છે પણ તે પ્રમાણે પ્રવૃત્તિ કરનાર તે હજારમાં એક મળી શકે છે. હે ભવ્ય, માણેકલાલ. આ ઉત્તમ મૂળસૂત્ર તું શ્રવણ કર. सबस्सवि देवसिअ, दुचिंतिभ, दुम्मा सिअ, दुचिठीय, तस्स मिच्छमि दुकडं | સર્વ દિવસ સંબંધી મનથી ખરાબ ચિંતવ્યું હોય, વાણુથી દુભાષણ કર્યું હોય. કાયાથી ખરાબ ચેષ્ટા કરી હોય તે સંબંધી દુષ્કૃત મિથ્યા થાઓ.
આ સૂત્રમાંથી જેટલો અર્થ ખેંચીએ તેટલો નીકળે છે. હે ભવ્ય, સંધ્યા સમય થાય ત્યારે એકાંતમાં સ્થિર ઉપગથી મન વચન અને કાયાથી થએલાં અશુભ કૃત્યે તપાસી જજે, મનમાં રાગદ્વેષ પ્રગટે છે. આખા દિવસમાં જે જે વસ્તુઓ ઉપર અશુભરાગ થયા હોય તે તપાસી પશ્ચાતાપ કરજે, તેમજ આખા દિવસમાં જે જે ઉપર દ્વેષ થયે હોય તે સંબંધી વિચાર કરી પશ્ચાતાપ કરજે, બીજા દિવસે તે પ્રમાણે ન થાય તે સંબંધી દઢ સંકલ્પ કરજે, હવે મનમાં રાગ અને દ્વેષના ઘરના ક્રોધ માન માયા અને લેભ ઉત્પન્ન થાય છે. કોઈ પણ કારણ સામગ્રીથી કયે કયે વખતે ફેધ ઉત્પન્ન થયે, કેમ થવા દીધે.
For Private And Personal Use Only