________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મા તિઃ
૩૧ જાય છે તેમ તેમ કમરૂપ પડદે ચીરીને આત્મ નિર્મલ બને છે અને પિતાનું રૂપ દેખી શકે છે, શ્રી ભરતરાજા અને મરૂ દેવી માતા તેમજ આષાઢાભૂતિ એ પણે અધ્યાત્મજ્ઞાનભાવનારૂપ ઉદ્યમથી ક્ષેપક શ્રેણી પર ચઢી પરમાત્મસ્વરૂપ પ્રાપ્ત કર્યું. ધર્મ ક્રિયારૂપ ઉદ્યમની વિશેષતઃ પ્રાપ્તિ કરવી જોઈએ, જે જીવે બાહ્યદશા ધામધુમરૂપ ઉપયોગશન્ય ક્રિયારૂપ ઉદ્યમને એકાંતે પકડીને અતર ક્રિયારૂપ ઉદ્યમમાં રાચતા નથી, તેમનું ખરા ઉદ્યમ વિનાનું જીવન સમજવું. સ્વસ્વરૂપ રમણતારૂપ ઉદ્યમથી આત્માની અનેક શક્તિ પ્રકાશી નીકળે છે, ઉદ્યમથી કાલાદિક કારણની આસન્નતા પ્રાપ્ત થાય છે, કેટલાક જ કર્મઉપર આધાર રાખી બેસી રહે છે પણ તેને સમજવું જોઈએ કે ઉદ્યમ વિના કર્મથી કંઈ આત્મહિત થવાનું નથી, અન્તરની કિયા. રૂપ ઉદ્યમશક્તિથી આત્મધર્મ પ્રાપ્ત થાય છે. ઉદ્યમ ઉપર આધાર રાખવો જોઈએ, આ ભવમાં ચાવત્ પ્રમાણમાં ઉદ્યમ કરવામાં આવશે તાવત્ પ્રમાણમાં સિદ્ધિ થશે. પરિપૂર્ણ સિદ્ધિ માટે પરિપૂર્ણ ઉદ્યમની જરૂર છે. જે જે વિષયને ઉદ્યમ કરવામાં આવે છે તે તે વિષયની પ્રાપ્તિ થાય છે, આત્મધર્મની પ્રાપ્તિ સંબધમાં તે આમજ્ઞાન ઉપર આમોદ્યમને આધાર રાખવામાં આવે છે. શ્રી સદ્દગુરૂનું અવલંબન કરી આરામ કરે જોઈએ એમ શ્રી જિનવર વાણી મુક્તકંઠથી પ્રકાશે છે. જો કે કાચની સિદ્ધિ થાય છે ત્યારે તે પંચ કારણ મળે છે જ, તે પણ ઉદ્યમ ઉપર વિશેષ ભાર મૂકવામાં આવે છે તેનું કારણ એ છે કે બાળજી કારણ કાર્યનું યથાર્થ સ્વરૂપ સમજી શકતા નથી. અને અકેક વાત પકડી પાડે છે અને કહે છે કે જેવું કર્મમાં લખ્યું હશે તેવું બનશે પણ તેઓ સમજતા નથી કે શુભાશુભ કર્મ પણ સારા ખોટા ઉદ્યમથી બન્યું છે. સારા અને નડારા વિચાર તથા આચારથી શુભાશુભ કર્મ બંધાય છે. આ વખત મળેલા મનુષ્ય જન્મમાં પણ જેવા શુભાશુભ વિચારરૂપ ઉદ્યમ
For Private And Personal Use Only