________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ તિઃ
૩૧૭
અમુક કાળમાં મુક્તિ પામે છે. માટે કાલ પણ કાર્ય પ્રતિ કારણે કહેવાય છે. સ્વભાવ પણ કાર્યપ્રતિકારણ કહેવાય છે. આમ્રવૃક્ષને સ્વભાવ આમ્રવૃક્ષ લાવવાનું હોય છે. લીંબડાને લીંબોલી આવે છે ભવ્ય જીવ મુકિત પામે છે. પણ અભવ્ય જીત મુકિત પામતા નથી. ભવ્ય જીવ સંપૂર્ણ કર્મ વિપાકને નાશ કરી શકે છે. રવભાવ છે માટે, નિયતિ એટલે ભાવી ભાવ, જે કાળે જે થવાનું હોય છે તે થાય છે. ભાવીના ઉદરમાં રહેલું કાર્ય મિથ્યા થતું નથી. કાર્યપ્રતિ નિયતિ પણ કારણ છે. કાર્યપ્રતિ કર્મ પણ કારણ હોય છે, શુભકાર્ય માટે શુભકર્મ કારણ છે. અશુભકાર્ય માટે અશુભકર્મ કારણ છે. મોક્ષરૂપ કાર્યને માટે પુણ્યાનુબંધી પુણ્યરૂપ કર્મ કારણપણે વર્તે છે. પુણ્યાનુબંધી પુણ્યમાં પણ અનેક ભેદ પડે છે. પુણ્યાનુબંધી પુણ્યમાં વહૂ ગુણ હાનિ વૃદ્ધિ પરિણમે છે, પુણ્યાનુબંધિપુણ્ય જ્ઞાનદર્શનચારિત્રની સામગ્રી પ્રાપ્ત કરાવે છે. મેશ નગરી પ્રાપ્ત કરવામાં પુણ્યાનુબંધિ પુણ્ય વળાવા સમાન છે, શુભ કર્મથી વજરૂપભનારાચસંઘયણ પ્રાપ્ત થાય છે, મનુષ્ય જન્મવિના મોક્ષની પ્રાપ્તિ થતી નથી, મનુષ્યને જન્મ શુભ કર્મવિના થતું નથી, માટે પરંપરાએ પુણ્ય કર્મ પણ મુક્તિરૂપ કાર્યમાં કારણ હોય છે, ઉદ્યમ પણ મુક્તિ પ્રતિ કારણ છે. સત્યઉદ્યમ વિના મુક્તિ મળી શકતી નથી, ઉદ્યમ સર્વ કારણેની નજીકમાં આત્માને મૂકે છે. જે લોકો જેવું બનવાનું હશે તેમ બનશે એમ નિશ્ચય કરી ઉદ્યમ કરતા નથી તે લેક કાર્યની સિદ્ધિ કરી શકતા નથી, એક સ્ત્રીને પુત્ર થવાને હેય છે તે પ્રતિકાલ પણ કારણ છે, તેમજ સ્ત્રીને પુત્ર થાય પણ પુરૂષના ઉદરમાં પુત્ર થાય નહિ માટે સ્વભાવ પણ કારણપણે વર્તે છે, કેટલીક સ્ત્રીઓને ગર્ભ રહે છે પણ કર્મગે ગળી જાય છે માટે પુત્રનું ગર્ભની બહાર નીકળવું પણ તે પ્રતિ “ નિયતિ” પણ કારણ છે. મનુષ્યજાતિ તરીકે ઉત્પન્ન થવાનું જે જીવે કર્મ બાંધેલું હોય છે તે જીવ સ્ત્રીના ઉદરમાં ઉત્પન્ન
For Private And Personal Use Only