________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૩
શ્રી પરમાત્મ જ્યોતિ: ગ્ય નથી. પકવાન બનાવવાનાં શાસ્ત્ર હેય તે વાંચવામાં આવે તે પણ તેમાં કોઈ કાંઈ બનાવે છે તે ખાસ જોવાની જરૂર પડે છે. તેમ અત્ર પણ જેણે શાસ્ત્રથી અનુભવ ગુરૂગમદ્વારા મેળવ્યું હોય એવા ગુરૂની ગમ લેવી, એમ શ્રી આનંદઘનજી ભાર દઈને કહે છે, તે ભૂલવું જોઈતું નથી. ગુરૂગમથી આત્મધર્મને નિશ્ચય થાય છે. મિથ્યાત્વ મેહનીયવિપાક નાશ પામે છે. સમ્યક્ તવધર્મ જણાય છે. પિતાનામાં પિતે છે એમ ખાસ અનુભવ થાય છે. મનના ધર્મ જે વિક૯૫ સંકલ્પરૂપ છે તેની જે દોડ તેમાં આ. ત્માને ધર્મ નથી. અનેક બાહ્યવસ્તુઓમાં તથા મિથ્યા ધર્મોમાં મનની દેડ હતી તે ગુરૂગમથી આત્મધર્મ સ્યાદ્વાદપણે ઓળખવાથી શાંત થાય છે. પોતાનામાં હું સમાયો છું એ ખાસ અનુભવ થાય છે. પરમાત્મરૂપ બનેલા ધર્મજિનેશ્વર સાથે પ્રીતિ કરવાને ભાવ પ્રગટે છે. કારણ કે પરમાત્માની સાથે પ્રીતિ કરતાં આત્મા તે પરમાત્મારૂપ થાય, આવી પુરણ થતાં જ્ઞાની આ પ્રમાણે ગાય છે. एक पखी प्रीति केम परवडे, उभयमिल्या हुए संधि; जिनेश्वर. हुं रागी हुँ मोहे फंदिओ, तुं निरागी निरबंध. जि. धर्म ॥५॥
હું અન્તરાત્મા પરમાત્માના સ્વરૂપને રાગી છું. અને પર માત્મા તે નિરાગી છે. અન્તરાત્માને રાગ પરમાત્માને હોય કિત પરમાત્માને અંતરાત્માને રાગ હેય નહિ, કારણ અન્તરાત્માને તે પરમાત્મ સ્વરૂપમાં તન્મય થઈ જવું છે. પણ પરમાત્માને પૂર્ણતા થયાથી અંતરાત્મામાં મળવાની ઈચ્છા નથી. માટે અન્તરાત્મા કહે છે કે એક પક્ષીય પ્રીતિ કરવી તે કેમ શી રીતે ઘટે? એની પરસ્પર પ્રીતિ થાય તે મળવું થાય. કિંતુ આતે લોકોત્તર વાત છે તેથી તેવા પ્રકારની સ્થિતિ હેવાથી પરમાત્મા અન્તરાત્માની સાથે રાગ કરે નહીં. ત્યારે અન્તરાત્મા વિચારે છે કે, પરમાત્માના મૂલ સ્વભાવથી પરમાત્માની સાથે મળીશું, ત્યારે વિચાર થયે કે અહે અત્તરાત્મા અવસ્થામાં હજી હું રાગી
For Private And Personal Use Only