________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
३०२
શ્રી પરમાત્મ નૈતિ
ज्यां देखूं त्यां त्यांहि तुहि तुहि, प्रागपति विण प्रेम किश्योरी. दीलसागर मां अमरदीवो तुं मन मंदिरमां दीप जिश्योरी सोऽहं. १
જ્યાં ત્યાં આત્મપ્રભુની તન્મયતા ભાસે છે. આત્મપ્રભુવિના અન્ય વસ્તુ પ્રિય લાગતી નથી. આવી પ્રેમભક્તિથી શરીરમાં સત્તાભાવે રહેલા આત્મપ્રભુ વ્યક્તિભાવે પ્રગટ થાય છે. આત્મ પ્રભુ ઉપર આવી પ્રેમ લક્ષણ ભક્તિ ઉત્પન્ન થતાં સર્વ જીવાપર પ્રેમષ્ટિ વર્તે છે. અને તેથી સર્વજીવ પોતાના આત્મપ્રભુ સમાન ભાસતાં તેમના ઉપર ઢયા ભાવ વર્તે છે. ભાવદયાભાવની વૃત્તિ થતાં આત્મપ્રભુની શક્તિયાને જે જે કમાવરણુ આચ્છાદન કરે છે. તે તે કર્માવરણાના નાશ થાય છે, અને તેથી અનેક આત્મશક્તિા પરિપૂર્ણ ખીલતાં આત્મા a? પરમાત્મા ' કહેવાય છે. માટે આત્મપ્રભુની શેધ કરવામાં પ્રથમ ગુરૂગમ લેવાની જરૂર છે. નિરપેક્ષ બુદ્ધિથી જગત્માં ધર્મ ધર્મ પાકારનારાં અનેક ધર્મ દર્શન પ્રગટયાં છે તેમાં ગુરૂગમ વિના ધર્મ શોધવા જાય તે ફાઈ મિથ્યા દર્શનમાં સપડાઇ જાય. અને તેથી તે આત્મપ્રભુના પરિપૂર્ણ શોધ કરી શકે નહિ. આત્મપ્રભુને દેખ્યા વિના પ્રેમ પણ ચથાર્થ પ્રગટે નહીં. માટે ગુરૂગમ લેવાની ખાસ જરૂર છે. સૂત્રામાં આત્મપ્રભુ સંબંધી જે જે નયેથી વર્ણન કર્યું છે તેને તે તે અપેક્ષાએ સમજવાથી · મિથ્યાગ્રહ ' માં પ્રવેશ થતા નથી પ્રત્યેક વસ્તુના અનેક ધર્મ અપેક્ષાથી સમજાય છે. અને તે અપેક્ષા ગુરૂ વિના સમજાતી નથી, આત્મ પ્રભુના મા અનેકાંત હોવાથી ગુરૂગમ લેવાની ખાસ જરૂર છે. સૂત્રો સધી ગુમ લેવામાં આવે તે અનેક પ્રકારના પથ નીકળે છે તે નીફળતા અધ થાય, એક ગામથી અન્યગ્રામ જતાં માર્ગની ગમ લેવી પડે છે તેા આત્મપ્રભુનાં દર્શન તથા તેની પ્રાપ્તિ માટે ગુરૂની ગમની ખાસ જરૂર હોય તેમાં શું આશ્ચર્ય; કોઈ સ્વસ્થંવ્રતાથી એમ ધારે કે પુસ્તકામાં આત્મપ્રભુ તથા આત્મપ્રભુમાં રહેલા ધર્મોની હકીકત લખી છે તેથી ચાલશે. એમ કહેવું તે
For Private And Personal Use Only