________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ જ્યોતિઃ
૩.
મારૂ શુદ્ધસ્વરૂપ પ્રગટે. હે ભગવન તમારા સ્વરૂપની પ્રીતિને ભંગ થશે નહિ. કારણકે શુદ્ધસ્વરૂપની પ્રીતિવિના હારૂ જીવન નભતું નથી. માછલી જેમ જલવિના રહી શક્તી નથી તેમ હું તમારા શુદ્ધસ્વરૂપની પ્રીતિવિના રહી શકતું નથી. આજકાલ સુધી હું અશુદ્ધ વસ્તુની પ્રીતિમાં રંગાયે હતો પણ રાગદ્વષ રહિત અનત જ્ઞાનાદિક ગુણને ભંડાર તું છે એમ જાણતાં તમારા શુદ્ધસ્વરૂપની સાથે ચેલમજીઠને રંગ લાગ્યા છે. અને તેવી પ્રીતિમાં હું સદાકાળ લયલીન રહી શુદ્ધ સમાધિ સુખને ભોક્તા બનું એમ ઈચ્છું છું. શુદ્ધસ્વરૂપ પ્રભુવિના મારા હદય મંદિરમાં અન્ય કોઈને પધરાવું નહિ. કારણકે હૃદય મંદિરમાં શુદ્ધ પ્રભુને પધરાવવાથી હારે આત્મા શુદ્ધ થાય છે. જેવી હદયમાં ભાવના તે આ ત્માને પરિણામ થાય છે. શુદ્ધ પ્રભુની ભાવનાથી શુદ્ધ પરિણામ થાય છે. માટે અમારા કુલવટની રીત છે કે અન્યને હદયમ. દિરમાં લાવવા નહિ. ઉત્તમ પુરૂના કુલવટની રીત સારી હોય છે તેથી તેઓ ઉત્તમ પરમાત્માવિના અન્યને હૃદયમંદિરમાં લાવતા નથી. પરમાત્માવિના હૃદય શુદ્ધ થતું નથી. પરમાત્મા મન મંદિરમાં પધારે છે ત્યારે કેઈપણ દુર્ગુણનું જોર ચાલતું નથી. જ્ઞાન, દર્શન, ચારિત્રની આરાધનાપણ પરમાત્મા હૃદયમાં પધારે છે ત્યારે થાય છે. જેમ એક દીપકથી અન્યદીપક પ્રગટાવવામાં આવે છે તેમ પરમાત્મા સંગથી મારો આત્મા પણ પરમાત્મા થાય છે. આત્મામાં પરમાત્મશક્તિ રહેલી છે તે પ્રગટ થાય છે. પરમાત્મા સ્વરૂપ આત્મા છે. તેથી સત્તાએ આત્મારૂપ પરમાત્માને હૃદયમાં લાવવા એમ સ્વઆલંબનતઃ સમજવું જોઈએ. ધર્મનાથમાં ધર્મ રહે છે. શ્રી ધર્મનાથ ભગવંતે કેવલજ્ઞાનથી ધર્મસ્વરૂપ પ્રકાશ્ય છે તે ધર્મસ્વરૂપને વિરલા જ જાણે છે. બાકી જગમાં ધામધમમાં ધર્મ મનાય છે. જીવની બુદ્ધિ સ્થૂલ હોય છે. તેથી તે એકાંતે કોઈપણ નિમિત્ત કારણને ઉપાદાનરૂપ ધર્મરૂપે માને છે. અને “વિષ્ણુ સહા ધમે” વસ્તુને સ્વભાવ તે ધર્મ છે તે
For Private And Personal Use Only