________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ
તિ:
૨૯૧
શી રીતે રહી શકે. આનંદ અરૂપી છે. પાંચ ઇન્દ્રિયોથી અતીત છે. અનાદિકાળથી મહાધ્યાસથી જડ વસ્તુઓ પ્રિય લાગે છે. પણ શાનદષ્ટિથી જોતાં તેમાં પ્રિયપણું કંઈ નથી. જડવતુમાં સુખની બુદ્ધિ મિથ્યા છે. ત્રણ કાલમાં જડ વસ્તુથી કેઈને સુખ થયું નથી. અને થનાર નથી. જડ વસ્તુઓ કર્મવેગે પ્રાપ્ત થાઓ અગર ન થાઓ. તેમાં હર્ષ વા શેક કેમ કરવું જોઈએ. આત્માના સ્વરૂપમાં પ્રેમ ધારણ કરવાથી બાહ્ય વસ્તુઓમાંથી પ્રેમ ઉઠશે. જે જે અંશે આત્માના સગુણે તરફ પ્રેમ થશે. તે તે અંશે જડ વસ્તુઓમાંથી પ્રેમ ન્યૂન થશે. જડ વસ્તુઓ ક્ષણે ક્ષણે બદલાય છે. જડ વસ્તુઓની મનહરતા સદાકાળ એક સરખી રહેતી નથી. જડ વસ્તુઓમાં આનંદ પણ ભાસે નહિ તેમ દુઃખ પણ ભાસે નહિ. એવી અવસ્થા થાય ત્યારે અનુભવજ્ઞાન પ્રગટે છે. જડ વસ્તુઓમાં રાગ ધારવાથી આત્મા જડ વસ્તુને સંચાગી બને છે. અને તેથી કમરૂપ જડ વસ્તુથી ભિન્ન થઈ શકતો નથી. માટે હે ભવ્ય ! આત્માના ગુણ પર્યાયમાં પ્રેમ ધારણ કરજે. આત્મા પ્રેમીને પણ પ્રેમી છે. અપાર આનંદનું સ્થાન છે. આત્મા પોતાના સ્વરૂપમાં સુરતા રાખે તો બાહ્ય ઉપાધિ છતાં આનંદમાં મગ્ન રહે છે. જ્ઞાનદષ્ટિ જાગતાં જડ વરત ઉપર રાગ રહેતો નથી. હે ભવ્ય ! આત્માના સ્વરૂપમાં રમણતા કરતાં જલપંકજવત્ જડ વસ્તુઓથી ત્યારે રહી શકીશ. આ પ્રમાણે કહી શ્રી સશુરૂ માન રહ્યા.
શ્રી સદ્ગુરૂને વંદન કરી આજ્ઞા લઈ ડાહ્યાભાઈ નામના એક ભક્ત શિષ્ય કહે છે કે હે સદ્દગુરે મિથ્યાત્વના વિપાકથી મને ધર્મનું યથાર્થ સ્વરૂપ સમજાતું નથી. મિથ્યાત્વ વાસિતબુદ્ધિ સત્યધર્મને નિર્ણય કરી શકતી નથી. પદાર્થનું યથાર્થ સ્વરૂપ મિથ્થાબુદ્ધિ ગ્રહણ કરી શકતી નથી. મિશ્યાબુદ્ધિથી જીવને સજીવ મનાય છે ઈત્યાદિ વિપરીત પણે વસ્તુ ભાસે છે. આપ જ્ઞાની છે માટે ધર્મનું સ્વરૂપ સમ્યક્ કૃપા કરીને સમજાવશે.
For Private And Personal Use Only