________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ જાતિ:
૨૭૭.
ષતઃ અભ્યાસ કરવાથી દુઃખના પ્રસંગે જીતી શકાય છે. જવરની વેદના ભેગવી શકાય છે, શ્રી આનંદઘનજી મહારાજ વરના પ્રસંગમાં ગભરાતા નહોતા. અને આત્મસ્વરૂપમાં રમી શકતા હતા. વરાદિ રેગના પ્રસંગોને જીતવા એ ચારિત્રને ગુણ છે, જ્ઞાનનું સામર્થ્ય જાણવાનું છે પણ જાણીને આત્મસ્વરૂપમાં સ્થિર - રહેવું એ ચારિત્રનો ગુણ છે, તેથી અન્તર્ ચારિત્રને ધારણ કરવું જોઈએ, હે શિષ્ય વિશેષ શું કહું. જેજે પ્રસંગે જવરની પીડા થાય છે તે સમયે આમભાવનામાં દઢ રહેજે. આત્મભાવનામાં દઢ રહેવાથી મહાસામર્થ્ય પ્રગટે છે અને તેના યેગે જવરારિ વેદના ભોગવતાં પરભાવ આધીન થવાતું નથી. હે શિષ્ય, સદાકાળ આવા ઉપાયો ધારણ કરજે તેથી ઉચ્ચભાવને પામી સુખને અધિકારી થઈશ. શાંતિલાલ નામના એક શિષ્ય શ્રી બુદ્વિનિધાન સદ્દગુરૂને કહ્યું કે હે ગુરે મને શાતા વેદનીયની હેતુભૂત લક્ષમી લાડી વિગેરે વસ્તુઓ મળી છે તેમાં હું તન્મય બની જાઉ છું. મનમાં કોઈ વખત એમ આવી જાય છે કે અહો હું કે સુખી છું. લક્ષ્મીથી હીન એવા જનેને તૃણવત્ ગણું છું. એક શેર દારૂપાન કર્યા જેટલું મારા મનમાં ઘેન રહે છે. લક્ષ્મીના ઘેનમાં હું મકલાઉ છું. ધર્મના તરફ પ્રેમ થતો નથી. લક્ષ્મીવિના દુનિયામાં કઈ છેજ નહિ. એમ મનમાં આવી જાય છે. લક્ષ્મી ગાડીવાડીથી થતી શાતા વેદનીયમાં હું ગયે વખત પણ જાણતું નથી, સાધુ તથા સાધ્વીને પણ હું ગણકારતો નથી. અને વળી મનમાં એમ આવે છે કે સાધુઓને દુઃખ ભોગવે છે. સુખને તાતે હું છું. આવી મારા મનની સ્થિતિ છે. આપ સદ્દગુરૂ વિના કોઈ મને સત્ય માર્ગ બતાવનાર નથી, હું જાણું છું કે મારા મંતવ્યમાં દેષ છે, છતાં પણ શાતા વેદનીયમાં કુલી જાઉ છું માટે કૃપા
કરીને એ ઉપદેશ આપે કે જેથી હું મહારૂ સ્વરૂપ ઓળખું - અને સ્વરૂપમાં રહું. શાંતિલાલની વિજ્ઞાત સાંભળીને શ્રી સદ્દગુરુ
For Private And Personal Use Only