________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાતમ તિ ધાન્યની ઉપાધિ પણ ખપ કરતાં વિશેષ ન રાખવી. સત્તાની ઉપાધિમાં પણ મમત્વ રાખવું નહિ. દરરે જ વિચારી જવું કે હું કેટલા અંશે ઉપાધિથી છૂટ. ઉપાધિ વધારી વધે છે અને ઘટાડી ઘટે છે, ઈષ્ટ પદાર્થરૂપ ઉપાધિમાં વા અનિષ્ટ પદાર્થરૂપ ઉપાધિમાં પણ સમભાવ રાખે. ઉપાધિથી હું ભિન્ન છું. ઉપાધિને હું જતું છું. ઉપાધિથી સુખ નથી. એમ વારંવાર મંત્રની પેઠે મનમાં સ્મરણ કરવું. મનુષ્ય ઉપાધિને ત્યાગ કરવા ધારે છે તે શ્રી મહાવીરની પેઠે થઈ શકે છે. કનક અને કાન્તા બે મોટી ઉપાધિ છે. તેને જેણે પૂર્ણ વૈરાગ્યથી ત્યાગ કર્યો છે તે પુરૂષ આત્માભિમુખ થઈ શકે છે, ગૃહાવાસને ત્યાગ કરી જેણે ભાગ વતી દીક્ષા અંગીકાર કરી છે તે બહ અંશે ઉપાધિથી દૂર રહી સામાભિમુખ થઈ શકે છે, આત્મધ્યાનમાં બાઘની ઉપાધિ વિદનભૂત થઈ નડે છે. માટે પંચમહાવ્રત ધારણ કરવાથી બાદાની પંચાત ટળે છે અને શાંતિથી આત્મધ્યાન થઈ શકે છે. આત્મધર્મનું આરાધન કરવું તે સારામાં સાર કૃત્ય છે. આત્મજ્ઞાન પા
મ્યા બાદ ઉપાધિ ત્યાગ કરવાથી પરમશાંતિ મળે છે. મુક્તિને આનંદ તે મુક્તિમાં મળી શકે કિંતુ હાલ શરીરમાં જીવતાં પણ નિરૂપાધિ દશાને આનંદ ભેગવાય છે. ઉપાધિરૂપ શિવેતરી ચિરની સ્થિરતાને નાશ કરે છે, ઉપાધિ તેજ ખરેખરી ચૂડેલ છે. જે પુરૂષોએ ઉપાધિને ત્યાગ કરી વિરતિ પણું અંગીકાર કર્યું છે. તેમને ધન્ય છે, ઉપાધિરહિત દશામાં મન ગંગાના ઝરા જેવું નિર્મલ રહે છે. પૃથ્વીની પેઠે ક્ષમાને ધારણ કરે છે. આકાશની પિઠે નિર્લેપ રહે છે, જલની પેઠે આત્મા ઉત્તલ રહે છે. વાયુની પિઠે અપ્રતિબદ્ધ રહે છે. ભારડ પંખીની પેઠે અપ્રમત્ત રહે છે. નિરૂપાધિ રહિત દશામાં આમતિ વિશેષતઃ પ્રગટતી જાય છે. સર્વત નિરૂપાધિદશાથી કેવળજ્ઞાન પ્રગટે છે. દારૂની પેઠે ઉપાધિ
ગે ઉન્મત્તાવસ્થા પ્રગટે છે. હે ભવ્ય ક્ષણે ક્ષણે અંતરથી દૂર રહેવા ઉપગ રાખ, આભોગે ઉપાધિરૂપ સર્પનું ઝેર ચઢશે
For Private And Personal Use Only