________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૬
શ્રી પરમાત્મ જાતિ:
છીએ. સર્વમાં એક આત્મા સંભવ નથી. પ્રતિ શરીર ભિન્ન ભિન્ન આત્મા હેવાથી. સર્વને એક આત્મા માનતાં એકનીમુક્તિ થતાં અન્યની મુક્તિ થવી જોઈએ. એકને આત્મજ્ઞાન થતાં અન્યને આત્મજ્ઞાન થવું જોઈએ. એક આત્મપણથી, પણ તેમ છે નહીં તેથી એક આત્માની મુક્તિ થતાં અન્ય આત્માની મુકિત થતી. નથી, તેમજ એકને અત્મજ્ઞાન થતાં અન્યને આત્મજ્ઞાન થતું નથી. એક દુઃખી થતાં અને આત્મા દુઃખી થતો નથી. તેથી ભિન્ન ભિન્ન આત્મા અને ભિન્ન ભિન્ન કર્મ જ છે. પરમાત્માના પ્રતિ બિંબ તરીકે જીવાત્માઓને માનતાં પણ વિરોધો આવે છે, પરમાત્મા આકાશની પેઠે નિરાકાર છે તેથી તેમનું જલચંદ્રની પેઠે પ્રતિબિંબ પડી શકતું નથી સાકાર વસ્તુનું પ્રતિબિંબ પડે છે પણ નિરાકાર પરમાત્મામાં પ્રતિબિંબ પડી શકતું નથી, વેદાંતમાં કહ્યું છે કે “એકેડીં બહુસ્યામ” હું એક છું અને બહુ થાઉ છું, આ વાક્યની સત્યતા પણ અદ્વૈતવાદમાં સિદ્ધ ઠરી શકતી નથી, કારણ કે બ્રહ્મા એક છે, નિત્ય છે, સર્વ વ્યાપક છે, તેનું બહુરૂપે થવું સંભવતું નથી, કારણ કે, નિત્ય પદાર્થરૂપ બ્રહ્મ એકપણું છોડીને બહુરૂપે થાય તે બ્રહ્મ વિકારી ઠરે, અને વિકાર પામેલું બ્રહ્મ નિત્ય ઠરી શકે નહીં, કારણ કે પિતાનું એક મૂલરૂપ છોડે તે કઈ રીતે નિત્ય કહેવાય નહીં, અને જે બહુરૂપ થાય તે એકપણું છે તે બને, માટે આકૃતિથી બ્રહ્મ એક છે તે પણ કરતું નથી, અને બ્રહ્મ અવિકારી છે તે પણ બહુરૂપ કરવાથી સિદધ ઠરતું નથી, વળી દ્વતને નિષેધ કરીને અદ્વૈત માને છે, પ્રથમથી જે દુનિયામાં એક બ્રહ્મ વસ્તુ હેત તો એક વસ્તુ કહેવાથી “એક વાદ” કહેવાય પણ જગમાં જડ અને ચૈતન્ય બે વસ્તુ છે તેમાંથી જડને નિષેધ કરે છે તેથી અદ્વૈતવાદ કહે પડે છે, “જડ વસ્તૃસત્ ” છે, નિયાયિકે પૃથ્વી જલ વિગેરેને પરમાણુરૂપે “નિત્યમાને છે, પૃથ્વી બે પ્રકારની માને છે, કાર્યરૂપ અને કારણરૂપ તેમાં કાર્યરૂપ પૃથ્વી અનિત્ય છે અને પર
For Private And Personal Use Only