________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ જ્યાંતઃ
૫૫
માટે ચિત્તમાં વિચાર પૂર્વક પરીક્ષા કરતાં અદ્વૈતવાદ પણ સાપેક્ષા વિના ચાગ્ય લાગતા નથી,
૧ અદ્વૈતવાદી પ્રતિ શરીર ભિન્ન ભિન્ન આત્મા માનતા નથી. વૈશેષિક મતવાદી પ્રતિ શરીર ભિન્ન ભિન્ન આત્મા માને છે. · આત્માનશ્ચ પ્રતિ શરીર ભિન્ના વિભવા નિત્યાશ્ચ’ એમ વૈશેષિક સ્વીકારે છે. શકરાચાર્ય પછી થએલા રામાનુજ આચાર્ય પણ પ્રતિ શરીર ભિન્ન અણુરૂપ આત્મા માને છે. બૌધ્ધા પણ પ્રતિ શરીર ભિન્ન ભિન્ન ક્ષણિક આત્મા માને છે મુસલમાન અને ખ્રીસ્તિયે પણ પ્રતિ શરીર ભિન્ન ભિન્ન માત્મા માને છે. શંકરાચાર્ય વ્યાસસૂત્ર ઉપનિષદ્નાં પ્રમાણ આપી સર્વને એક આત્મા વ્યાપક માને છે ત્યારે રામાનુજ આચાર્ય પણ બ્યાસ સૂત્ર અને તેજ ઉપનિષદો તથા ભગવદ્ગીતાથી અણુરૂપ આત્મા માને છે. એક જ વેદના અનુયાયીઓમાં આવા ફેરફાર થઇ પડયા છે. રામાનુ જ આચાર્યે અદ્વૈતવાદ ઉપર શતષ મતાન્યાં છે. અને તે ગ્રંથ હાલ માજીદ છે. અદ્વૈતવાદી જગત્ત ઇશ્વર સ્વીકારતા નથી. ત્યારે તેજ વેદની ઉપનિષદ માનનાર રામાનુજ આચાર્ય ઇશ્વર કતૃત્વ સ્વીકારે છે. શંકરાચાર્ય સર્વ જીવના એક આત્મા કહે છે ત્યારે સ્વામી દયાનંદના ભક્ત આર્ય સમાજીએ વેદનાં સૂત્ર બતાવી શકરાચાર્યના મત વેદસૂત્ર વિરૂદ્ધ ઠરાવે છે. નૈયાયિક વળી જુદી જ રીતે સાળ પદાર્થ માને છે. ત્યારે દ્રવ્યગુણુ કર્મ સામાન્ય વિશેષ સમવાયાભાવાઃ દ્રવ્ય ગુણુ કર્મ સામાન્ય વિશેષ 'સમવાય અને અભાવ આ સાત પદાથે વૈશેષિક માને છે. એમ વેદને માનનારાઓમાં જુદા જુદા ઘણા મત પડયા છે. ત્યારે તેમાં હાલ ઘણા ગુંચવાડા પડયા છે. શંકરાચાર્યનું માનવુ' ખરૂ કે રામાનુજનુ માનવું ખરૂ એમ દરેક વેદના સૂત્રને લેઇ મન માન્યું માને છે માટે અપેક્ષા વિનાનું તેમનુ કહેવું યુક્તિયુક્ત લાગતું નથી. જ્યારે જિનેન્દ્ર ભગવાન્ કથિત માતનચાનુ સ્વરૂપ સમજવામાં આવે છે ત્યારે ચથાર્થ પદાર્થનું જ્ઞાન થાય છે. હવે મૂળ વિષયપર આવીએ
For Private And Personal Use Only