________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૪
શ્રી પરમાત્મ તિઃ કિયાઓનું ફળ થશે. કારણકે પ્રકૃતિને અનાદિકાળથી ક્રિયાઓ કયા કરે છે. ત્યારે તમે ઘર્મકિયાઓનું ફળ પણ પ્રકૃતિને આપ્યું. અને એ તે પ્રકૃતિને સ્વભાવ હતે. માટે એકાંત નિર્લેપ આત્મા માનતાં ધર્મક્રિયાઓ ઘટી શકતી નથી. પ્રકૃતિનું પ્રતિબિંબ આત્મામાં પડયું માને છે અને નિર્લેપ આત્મા એકાંત સ્વીકારે છે. તે પણ યુક્ત નથી. આત્મા નિરાકાર છે નિરાકાર વસ્તુમાં પ્રકૃતિનું પ્રતિબિંબ પડતું નથી. માટે નિરાકારમાં પ્રતિબિંબ પડે છે એમ માનવું પણ વ્યર્થ ઠરે છે. કદી તમે વ્યવહારથી પ્રકૃતિથી આત્મા લેપાય છે એમ માનશે તે જિન મતમાં પ્રવેશ થયે કહેવાશે તેથી આત્મા એકાંત અબંધ છે. એમ કહેવું ટળી જાય છે. ઈત્યાદિ વિચારીએ તે એકાંત અબંધ આત્મા માનતાં પુણ્ય અને પાપ કરવાથી આત્મા બંધાશે નહીં તે શા માટે પાપનાં કૃત્ય ત્યાગવાં, અને પુણ્યનાં આદરવાં ઇત્યાદિ હજારે દેશે જણાય છે. માટે એકાંત અબંધ આત્મા માનનારાઓનું બોલવું પણ અપેક્ષા વિના અસત્ય જણાય છે. માટે હે ભગવન તે પણ મારા હૃદયમાં રુચતું નથી. જે વરતુ સ્વરૂપ માનતાં પરસ્પર વિરોધ આવે તે વસ્તુ શી રીતે મનાય. માટે હે ભગવન આત્મતત્ત્વનું સમસ્વરૂપ સમજાવે. કેટલાક જુદી રીતે આત્મા સ્વીકારે છે તે આવી રીતે.
૩. જડ અને ચેતનરૂપ આત્મા એકજ છે. જડ પણ આત્મા રૂપ છે અને ચૈતન્ય પણ “આત્મારૂપ” છે. રૂપી અને અરૂપી વસ્તુમાં આત્મા એકરૂપ છે. સ્થાવરમાં અને જંગમમાં પણ આત્મા એકરૂપ છે. અત મનમાં “એક બ્રહ્મ દ્વિતીય નાસ્તિ એમ કહેલું છે. એક સર્વગત નિત્યઃ ” એક બ્રહ્મ સર્વ વ્યાપી અને નિત્ય છે. આકૃતિને અંગીકાર કરીને સ્થાવર અને જંગમને એક સરખે આત્મા માને છે. પણ તે મધ્યસ્થ ન્યાય દૃષ્ટિથી વિચારતાં યુક્તિયુક્ત લાગતું નથી. સ્થાવર અને જગમને એક આત્મા માનતાં ચૈતન્યનું સુખ દુખ તે જડમાં આવે અને જડનું જડત્વ તે ચૈતન્યમાં પ્રવેશતાં સંકર દુષણ આવે છે
For Private And Personal Use Only