________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રો પરમાત્મા તિ:
આત્મ શાંતિસ્વરૂપ પરખાયું. તેથી આત્મા પિતાના આત્માને પણ ધન્ય ધન્ય માનવા લાગ્યું. અને પોતાનું સ્વરૂપ પણ પ્રભુ સ્વરૂપ સમાન છે. પોતાને નમસ્કાર થાઓ. પિતાના આત્માને પિતે નમવા લાગ્યો. તેનું કારણકે પરમસુખામૃત ફળ, દાન, દાતા પ્રભુની ભેટ તને થઈ. માટે તેને પણ નમસ્કાર કરૂ છું. આત્મા અને પરમાત્માની જ્ઞાનથી એકતા થતાં આત્માને નમઃ સ્કાર કર્યો. તે પણ સહજ શાંતિ માટે છે. સત્તાએ આત્મા પણ પરમાત્મા છે. આત્માએ જ્ઞાનથી પરમાત્મસ્વરૂપ પોતાનું જાણું માટે આત્મા પણ પૂજ્ય થયે. તેથી સાપેક્ષાએ નયથી હવે શમાં નમસ્કાર કરવો ઘટે છે. પરમાત્મ નમસ્કાર તે પણ આત્મ પ્રતિ લાભપ્રદ છે. અને આત્માને ઉપગવડે નમસ્કાર કરે તે પણુ પરમાત્મસત્તાની વ્યક્તિના લાભ માટે છે. આત્મા પોતે પરમાત્મા છે. અનંતશાંતિ સાગર છે. માટે શુદ્ધ પોતાનું સ્વરૂપ જાણતાં અપાર આનંદ થાય એમાં જરા માત્ર આશ્ચર્ય નથી. પિતાનામાં પરમાત્માસ્વરૂપ જાણવાથી પરમશાંતિ થાય છે. આવું શાંતિનું સ્વરૂપ પરના અને પિતાના હિત માટે છે તે કહે છે. शांति स्वरूप संक्षेपथी, कह्यो निजपर रूपरे; आगम माहे विस्तर घणो, कह्यो शान्ति जिन भूपरे. शांति. १४ शांति स्वरूप एम भावशे, धरी शुद्ध प्रणिधानरे आनन्दधन पद पामशे, ते लहेशे वहुमानरे. શાંતિ. ૨૬ - શાંતિનું સ્વરૂપ એમ સ્વપરના સંક્ષેપથી કહ્યું. જિનાગમમાં તેને ઘણે વિસ્તાર છે. માટે આગમ સાંભળવા તથા વાં ચવાં, શાંતિનાથ ભગવાને આગમમાં શાંતિનું સ્વરૂપ કહ્યું છે. જે ભવ્ય શુદ્ધ પ્રણિધાન ધારણ કરી સ્થિરપયોગે શાંતિ સ્વરૂપ ભાવશે. વિચારશે. શાંતિમાં લીન થશે. તે આનંદને ઘન જેમાં છે એવું સિદ્ધ પદ પામશે એમ શ્રી આનંદઘનજી કહે છે અને તે જીવ જગમાં બહુ માન પામશે. ત્રણ ભુવનમાં પૂજ્ય થશે.
For Private And Personal Use Only