________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ જાતિ:
૨૫૧
હે ભવ્ય ! પન્નાલાલ શ્રી શાંતિનાથના સ્તવનથી શાંતિસ્વરૂપ યથાર્થ સમજશે. શુદ્ધ પિતાનું સ્વરૂપ જાણતાં આત્માની ખરેખરી સહજશાંતિ મળે છે. સહજશાંતિ પ્રગટે છે તેને કદી નાશ થતો નથી. સહજ શાંતિમાં સદાકાળ મગ્ન રહે. એમ કહી શ્રી સગરૂ માન રહ્યા. પન્નાલાલ શ્રી સદગુરૂને ઉપકાર માની વંદન કરી પોતાને ઘેર ગયા.
શ્રી સદગુરૂને વંદન કરવા અમૃતલાલ નામના એક શિષ્ય આવ્યા. શ્રીગુરૂને વંદન કરી આજ્ઞા માગી કહેવા લાગ્યા કે હે ગુરે! મને આત્મસ્વરૂપનું જ્ઞાન નથી. આત્મા નિત્ય છે કે અનિત્ય, કેઈ આત્માને નિત્ય માને છે. ત્યારે કોઈ આત્માને અનિત્ય માને છે. કેઈ આત્માને સક્રિય માને છે. અને કેઈ આત્માને અકિય માને છે. ઈત્યાદિ આત્મતત્વને મતવાદી ભિન્ન ભિન્ન માને છે. માટે આત્મતત્તવનું યથાર્થ સ્વરૂપ સમજાવશે. આત્મ તત્ત્વના જ્ઞાન વિના સત્ય સમાધિ થતી નથી. મનના વિકલ્પ સંકલ્પ ટળતા નથી. માટે કૃપા કરીને સમ્યક્ આત્મતત્ત્વ સમજાવશે, કારણકે મિથ્યાત્વરૂપ અપાય જ્યાં સુધી હોય છે. ત્યાં સુધી જન્મજરાનાં દુઃખ ટળતાં નથી. મિથ્યાત્વ ટળવાથી સમ્ય. કત્વ પ્રાપ્ત થાય છે, મિથ્યાતત્વને નાશ થવાથી ભેદ જ્ઞાન પ્રાપ્ત થાય છે. માટે મેક્ષ થવામાં અપાયરૂપ મિથ્યાજ્ઞાનરૂપ તેમને નાશ કરવા સૂર્ય સમાન આપની વાણીને પ્રકાશ કરશે. શ્રી જ્ઞાનનાસાગર એવા સ્યાદ્વાદજ્ઞાની સદ્દગુરૂ કહે છે કે હે ભવ્ય ! સર્વજ્ઞાનમાં આત્મજ્ઞાન મેટામાં મોટું છે, આત્મજ્ઞાનથી મિશ્યા બુદ્ધિ ટળે છે. આત્મજ્ઞાનથી સહજ શાંતિ પ્રાપ્ત થાય છે. આ તમાને પૂર્ણ પ્રકાશ તે પરમાત્મા કહેવાય છે. આત્મા નિત્ય છે કે અનિત્ય છે? તેનું જ્ઞાન થવું જોઈએ. શ્રી આનંદઘનજી મહારાજ કે જે ગિરાજ પૂજ્ય કહેવાય છે. તેમણે પણ શ્રી મુનિસુવ્રતના
સ્તવનમાં આ સંબંધી ઉદ્દગાર કાઢયા છે તે કેટલાક પ્રસ્તુત વિષયમાં ઉપયોગી જાણે તેને ઉલ્લેખ કરવામાં આવે છે.
For Private And Personal Use Only