________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ તિ: અર્થાત્ પંચમહાવ્રતરૂપ સંવરની ક્રિયા કર્તા હોય પંચ આશ્રવને નાશ કરનાર પંચમહાવ્રત સંવર છે. તેમ પંચ સિમિતિ અને ત્રણ ગુપ્તિને ધારણ કરનાર હોય ત્યારે “સુગુરૂ' કહેવાય કંચન કામિની ઘરબાર ત્યાગ કરી સાધુની સંયમરૂપ સંવર કિયા કરે તે “સુગુરૂ” કહેવાય ત્યારે વળી પ્રશ્ન થશે કે પચમહાવ્રત ધારણ કરે તે “સુગુરૂ” કહેવાય ત્યારે કહે છે કે—માથે ગુરૂ કરવા જોઈએ. સંપ્રદાયી હોય, ભગવાનના સુવિહિત ગચ્છને સંપ્રદાય હોય તેને અનુસરનારો હોય, ગુરૂકુળ વાસમાં વસનાર હોય, ગુરુપરંપરા માનનાર હોય. તેમજ અવંચક હોય, બીજાને છેતરનાર ન હોય, પવિત્ર હદયવાળે હેય બાહ્ય વિષયના સ્વાર્થ રહિત હોય, તેમજ જ્ઞાનકિયાના અભ્યાસથી (શુચિ અનુભવાધારરે) પવિત્ર અનુભવને આધારભૂત હોય, પવિત્ર અનુભવથી આત્માની ઉન્નતિ થાય છે. માટે જે અનુભવી ગુરૂ હોય તે અન્યને અનુભવ આપી શકે છે. સિદ્ધાંતના પરસ્પર સંબંધ બેસાડીને ભવ્યજનોની શંકાઓ દૂર કરે, તેમ આત્માના શુદ્ધસ્વરૂપના અનુ. ભવને પણ જે ધારણ કરનારા હેય, ગુરૂપરંપરા જ્ઞાનના અનુભવી હોય એવા “સુગુરૂ” હોય છે. એવા મુનિરાજ “ સુગુરૂ” સમકિત દાતાની ઉપાસના કરે, તેમની આજ્ઞા પ્રમાણે વર્તે. સુગુરૂની શ્રદ્ધા રાખે ભક્તિ કરે તે જીવ સત્યશાંતિ પામી શકે છે. “સુદેવ' અને સુગુરૂ” ઓળખાવ્યા.
હવે ધર્મનું સ્વરૂપ કહે છે સુધર્મની શ્રદ્ધા થવી જોઈએ, કહ્યું છે કે –
अरिहंतो महदेवो, जावजी मुसाहुणो गुरुणो जिण पन्नत्तं तत्तं, इय सम्मत्तं मए गहियं ॥१॥ - અરિહંત મેટા દેવ છે, સુસાધુઓ તે જે “યાવાજી ગુરૂ” એ છે. જિનેન્ટે કહેલું જે તત્વ તેજ “ધર્મતત્ત્વ છે. આ ત્રણ તવની શ્રદ્ધા થવી જોઈએ “સુધર્મ” સંબંધી આનંદઘનજી નીચે મુજબ કહે છે.
For Private And Personal Use Only