________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ
તિ:
૨૩૦
ઘન થઈ શકે છે, જ્યારે શ્રદ્ધાને સમક્તિ પ્રગટે છે ત્યારે આત્મા બીજના ચંદ્રમાની પેઠે ચોથા ગુણસ્થાનકે આવી પિતાને પ્રકાશ કરે છે. સમક્તિ વિના શાંતિ મળતી નથી. સમક્તિનું કારણ જિનેન્દ્ર વચનની શ્રદ્ધા છે જિનેન્દ્ર બંધની શ્રદ્ધા થાય ત્યારે સત્યશાંતિ આત્મા શેધી શકે માટે પ્રથમ શાંતિમાં પ્રવેશ કરવા શ્રદ્ધા સમકિતની જરૂર છે.
સત્યશાંતિના પ્રરૂપક શ્રી જિનેન્દ્ર ભગવાન છે, એવી શ્રદ્ધા થાય તો તે જીવ સત્ય શાંતિસમુખ ગમન કરી શકે માટે શ્રદ્ધાની ખાસ જરૂર છે. શ્રી જિનેશ્વરનાં સૂત્રે જાણે છે. તેવા ગુરૂની સેવા પણ શાંતિમાં ઉપયોગી છે. માટે સત્ય દેવની શ્રદ્ધા થયા બાદ શુદ્ધ સુગુરૂની ઉપાસના કરવી જોઈએ. સુગુરૂ કેણ કહેવાય તે શાંતિ માટે જણાવે છે.
आगम धर गुरु समकिती, किरिया संवर साररे. संप्रदाय अवंचक सदा, शुचि अनुभवाधाररे. शांति.।४।
સુગુરૂનાં લક્ષણ કહે છે “આગમધર” દ્રવ્ય, ક્ષેત્ર, કાલભાવ પ્રમાણે આગમના ધારણ કરનાર હેય. પિસ્તાલીશ આગમ ગ્રંથે વિગેરેના જાણકાર હોય તેને ગુરૂ કહેવા ત્યારે શંકા થઈ કે કોઈ ગ્રહસ્થ બ્રાહ્મણ વિગેરે પણ કદાપિ આગમને જાણતા હોય પણ આજીવિકા માટે અભ્યાસ હોય માટે કહ્યું કે “સમકિતી ” આગમને જાણતા હોય હૃદયમાં ધારણ કરનાર હોય તેમ તેની શ્રદ્ધા હોય અગ્રસ્થાને વ્યવહાર સમક્તિની મુખ્યતા સંભવે છે. કારણકે નિશ્ચય સમક્તિ અરૂપી છે તેથી તે પરખી શકાતું નથી માટે શ્રદ્ધાના પરિણામની મુખ્યતા વ્યવહારથી લેવી. “સમકિતી” અને “આગમધર કોઈ પાસસ્થા હોય કોઈ ગૃહરથ પણ સમકિતી હોય તેમ શ્રત સાંભળીને “જ્ઞ” બન્યું હોય તે તેમાં પણ આ બે વિશેષણ ઘટી શકે છે અને તે સુગુરૂ કહેવાય તેને પરિહાર શ્રી આનંદઘનજી કરે છે. “કિરિયા સંવર સાર” અર્થાત્ આગમધર હોય. સમકિતી હોય અને “સંવર’ની ક્રિયા પણ કરતા હોય
For Private And Personal Use Only