________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ જ્યોતિ
૩૦
વસ્તુમાં સુખની બુદ્ધિ રહેતી નથી ત્યારે વિષયના વિચારો ટળી જાય છે. જેમ બાલ્યાવસ્થામાં ઢબુડીઆદિમાં જે પ્રેમભાવના વર્તે છે તે માટી ઉમરમાં જ્ઞાન થતાં રહેતી નથી તેવી રીતે અજ્ઞાનાવસ્થામાં જડમાં સુખની બુદ્ધિ વર્તતી હતી તે જ્ઞાનાવસ્થામાં રહેતી નથી. જ્ઞાનાવસ્થામાં કામના વેગા પીડા કરે છે તેા પણ જ્ઞાન વૈરાગ્યના બળથી તે જીતી શકાય છે. અનત જીવા કામને છતી મુતિપદ પામ્યા છે, પામે છે અને પામશે. આ પ્રમાણે સદુપદેશ આપી શ્રી સદ્ગુરૂજી માન રહ્યા, મેાહનલાલ પશ્ચાત્ ગુરૂને વંદન કરી સ્વસ્થાનકે ગયા. શ્રી સદ્ગુરૂની પાસે
પન્નાલાલ ” નામના ભક્ત આત્મ્યા. તેણે શ્રી સદ્ગુરૂને વંદન કરી કહ્યું કે, હે સદ્ગુરૂજી જગમાં મને શાંતિ ભાસતી નથી માટે ખરી શાંતિનું સ્વરૂપ દેખાડશે. સત્યશાન્તિના દાવનારા શ્રી સદ્ગુરૂમહારાજ છે. આપની કૃપાથી ભક્ત સત્યશાંતિને ભેાકતા થઈ શકે છે,
શ્રી સદ્ગુરૂ ચેગિરાજ કહે છે કે, હે શિષ્ય જગત્માં ક્ષણિક પદાર્થાની પ્રાપ્તિ માટે અનેક જન પ્રયત્ન કરે છે. પણ તેથી તેએ સત્યશાંતિ પામી શકતા નથી. ખાદ્ય પૌદ્ગલિક પદાથાથી ખરેખરી શાંતિ મળતી નથી. જે જડ પદાર્થા છે. તેમાં ત્રણ કાલમાં શાંતિ રહેતી નથી, શાંતિ આત્મામાં રહે છે. માહ્ય ઉપાધિમાં મનની પ્રવૃત્તિ થવાથી અશાંતિ થાય છે. અને જ્યારે માહ્ય ઉપા ષિયાગે વિકલ્પ સૌંકલ્પ થાય છે તેને નાશ થાય છે ત્યારે આત્મામાં રહેલી સત્યશાંતિના પ્રાદુભાવ થાય છે. તે સમૃધી શ્રી આનદઘનજી મહારાજ નીચે મુજબ કહે છે.
शांतिनाथ स्तवन.
शान्तिजिन एकमुज विनति, सुणो त्रिभुवनरायरे ! शान्ति स्वरूप केम जाणीए, कहो मन केम परखायरेशान्ति ? ભાવાર્થ—હૈ ત્રણ ભુવનના સ્વામી શાંતિનાથ ભગવાન્ મારી
For Private And Personal Use Only