________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૬
શ્રી પરમાત્મ ન્યાતિઃ
ત્યારે શરીરની અસારતા પૂર્ણ જોસથી ચિતવવી. આ જગમાં કામથી અનેક જીવો દુર્ગતિને પામ્યા છે અને પામશે, કામથી મનુષ્ય આત્માનું” સ્વરૂપ ભૂલે છે. કામથી અધ અનેલા મનુષ્ય સત્ય અસત્યના વિચાર કરી શકતા નથી. કામથી હિંસા, જૂઠ, ચારી, વ્યભિચાર, વિશ્વાસઘાત વિગેરે અનેક પાપેા થાય છે. કામના દોષથી રાજા રાવણુનુ રાજ્ય ગયું. કામની વૃત્તિ રાક્ષસ કરતાં પણ ખુરામાં બુરી છે. અગ્નિના નાશ જેમ જળથી થાય છે તેમ કામના વિચારાના નાશ વૈરાગ્યથી થાય છે. કામના વિચાશના નાશ આત્મજ્ઞાનથી થાય છે, આત્મજ્ઞાનરૂપ અગ્નિ સર્વે કર્મના નાશ કરે છે. આત્મજ્ઞાનથી કામના વિચારો સહેજ મદ પડે છે. માટે હે ભવ્ય ! આત્મજ્ઞાન વૈરાગ્યબળથી કામના વિ ચારાના નાશ કરવા સતત પ્રયત્ન કરો. જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વિચાચારના આરાધનથી કામનુ' જોર હેઠે છે. આત્મબળથી શું બની શકતું નથી. હે ભવ્ય ! કામના ઉદયને રોકતાં કદાપિ પાછા પડી શકાય તે પણ હિંમત હારી જવી નહીં. કામના જયના અભ્યાસ કરતાં પાછા પડી શકાય તે! પણ અભ્યાસથી કામના નાશ થાય છે. યુવાવસ્થામાં કામનું વિશેષ જોર હોય છે. કામાદયથી શરીર, સત્તા, લક્ષ્મી અને ધર્મનો નાશ થાયછે. કામના દાસ અનીને મેટામેટા નૃપતિયા પણ કરે છે. જે ચાધાએ મોટા મોટા શત્રુઓને પણ સંહાર કરે છે. રાધાવેધ સાધે છે તે પણ કામના ઉદયથી હારી જાય છે. શ્રી તીર્થંકરાએ કામના વિચારાના સર્વથા નાશ કર્યા. સૂર્ય પ્રકાશથી જેમ અંધકારના નાશ થાય છે તેમ જ્ઞાનના પ્રકાશથી કામના નાશ થાય છે. ક્ષણે ક્ષણે બ્રહ્મચર્યના વિચારો મનમાં પ્રગટાવ્યાથી કામના વિચારો નાશ પામે છે. તીવ્રકમના ઉદયે નૈષિણની પેઠે કદાપિ પાછા પડી શકાય છે. તે પણ મનમાં બ્રહ્મચર્યની ઉત્તમ ભાવના ધારણ કરવાથી કામ વિચારી નાશ પામે છે. જડ વસ્તુમાં સુખ બુદ્ધિના વિશ્વાસથી વિષયના વિચારી પ્રગટયા કરે છે, પણ જ્યારે જડ
For Private And Personal Use Only