________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ તિ: મેળવ્યા વિના મેટાઈ પ્રાપ્ત થતી નથી. હદયમાં નવકમલની સ્થાપના પૂર્વક નવકાર મંત્રનો જાપ કરવાથી મનના વિકલ્પ સંકલ્પને નાશ થાય છે. મનના વિકલ્પ સંકલ્પ વિજળીની પેઠે વેગવાળા હોય છે તે પણ આત્મસંયમથી અશુભ વિચારોને વેગ નાશ પામે છે. દરરોજ હદમાં રહીને શુભ વિચાર કરવા જોઈએ. મન બાહ્ય વસ્તુના વિચારમાં દેડે છે તે મર્કટની પેઠે કૂદાકૂદ કરી મૂકે છે. મનને વશ કરવાથી મુક્તિ સહેજમાં મળે છે. ક્ષણે ક્ષણે મન અશુભ વિચારે કરે નહીં તે માટે લક્ષ રાખવું. શ્રી ગુરૂની શ્રદ્ધાપૂર્વક આત્મ સંયમથી મનના વિ. ક૫ સંક૯પે પ્રતિદિન નાશ પામે છે. વિકલ્પ જાતિથી એક પ્રકાર છે તે પણ વિષયના ભેદના અનેક પ્રકારને થાય છે. તેથી “એકેહ બહુસ્યામ” વિકલ્પ કહે છે કે હું એક છું તે પણ અનેક વિષયથી અનેક પ્રકારને થાઉં છું. વિક૯૫ સંકલ્પને નાશ કરવાથી ચતુર્ગતિમાં પરિભ્રમણ થતું નથી. આત્મશક્તિથી પ્રયત્ન કરવો જોઈએ. આત્મશક્તિ પિતાની પાસે છે. અન્યત્ર લેવા જવી પડે તેમ નથી. ત્યારે શા માટે તેને સદુપયોગ ન કરવું જોઈએ. આત્મશક્તિની આગળ વિકલ્પ સંકલ્પનું કશું ચાલતું નથી. આત્માની જ્ઞાનશકિત પરભવમાં પેસવાથી વિક૯૫ સંકલ્પરૂપે પરિણમે છે અને જ્યારે આત્માની જ્ઞાનશક્તિ સ્વસ્વભાવમાં પરિણમે છે ત્યારે વિકલ્પ સંકલ્પને નાશ થાય છે. હે ભવ્ય! આ કહેલા ઉપાયને અમલ કરશે તે થોડા દિવસમાં મન ઉપર વિજય મેળવી શકશે. અનેક ભવ્ય છ, વિકલ્પ સંકઃ૫ને નાશ કરી શક્યા છે. આત્મન્નિતિને આધાર મનના વિજય ઉપર રહે છે. બાહ્ય ઉપાધિગે મનમાં વિકલ્પ સંકલ્પ થાય છે. બાહ્ય ઉપાધિને ત્યાગ કરી મુનિવર્ય વિકલપ સંકલ્પને નાશ કરે છે. ગૃહસ્થ પણ કહેલા ઉપાયે પ્રમાણે વર્તે તો અંશે અશે વિકલ્પ સંકલ્પને નાશ કરી શકે. હે ભવ્ય ! અધ્યાત્મજ્ઞાન કરવાથી બાહ્ય વસ્તુ પર અહં મમત્વભાવ રહેતું નથી, અને
For Private And Personal Use Only