________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૦
શ્રી પરસાત્મ ચૈાતિ:
વિશેષ લાભ મેળવી શકતા નથી, આત્માના સદ્ગુણા તરફ જેટલા પ્રેમ થાય છે તેટલા રાગ પુદ્ગલ વસ્તુપરથી છૂટે છે. આત્માના જ્ઞાનાદિ ગુણા પ્રાપ્ત કરવા જેટલા લાભ થાય છે તેટલા લાભ પુદ્ગલ વસ્તુપરથી ઘટે છે. પુદ્ગલ વસ્તુઓમાં વિવેકથી વિચારીએ તેા અહંકાર કરવાના પ્રસંગ ઘટતા નથી, હે ભવ્ય વીરચંદ્ર! ઉપદેશનેાસાર હૃદયમાં ધારણ કરજે, શ્રી તીર્થ કરાએ તથા ચક્રવર્તિયેાએ જડ ઋદ્ધિને નાકના મેલની પેઠે પિર હરી છે. માટે હે ભવ્ય! બાહ્ય ઋદ્ધિમાં લાભથી લપાઇશ નહિ, અનંત જીવે લાભની વૃત્તિનો નાશ કરી મુક્તિ પામ્યા છે, પામે છે અને પામશે. હું ભક્ષ્ય, જ્ઞાન વૈરાગ્યની ભાવનાથી લાભના નાશ કરી શકાય છે. કાળા માથાના માનવી શું કરી શકતા નથી. લાભ કરીએ છીએ તેા થાય છે. જો લાભ ન કરવા હાય તા થઈ શકતા નથી. આત્મવીર્ય ખળથી લાભના નાશ થઈ શકે છે અને લાભ વિના અન્તરથી પ્રવૃત્તિ કરી શકાય છે. હું ભવ્ય ! લાભરૂપ રાક્ષસ લાગ જોઇ હૃદયમાં ન પેસે તે માટે ણે ક્ષણે ઉપયાગ રાખજે, કારણ કે જ્ઞાની ધ્યાની પણ લાભથી મુક્તિના પગથીયાંથી લપસી પડયા છે. જે જે અશે લાભના વિચારથી આત્મા તે છે. તે તે અશે તેના મેાક્ષ કહેવાય છે. એક આંગ નીએ સુતરના સેા આંટા દીધા હાય તેમાંથી જેટલા જેટલા આંટા છૂટે છે તેટલા તેટલા અંશે હાથ મુક્ત થયા કહેવાય છે. તેમ આત્મા પણ લેભરૂપ અપાયથી જેટલા અંશે છૂટા તેટલા અંશે મુક્ત ગણાય છે, મણશેઠની લાભથી જેવી દુર્દશા થઈ તેવી લાલિ જીવાની થાય છે જેમ અગ્નિ સર્વનું ભક્ષણ કરી જાય છે તેમ લાભ પણ સર્વ સદ્ગુણાનુ ભક્ષણ કરી જાય છે. લાભથી
આકુળ વ્યાકુળ થએલ નર અને નારીઓની દુઃખ સ્થિતિનુ‘ વર્ણન થઈ શકતું નથી. જો લાલ ટળ્યે તા સર્વ ટળ્યાં, લાલિજનનું હૃદય અગ્નિથી ભરેલા અજીનની પેઠે પાપથી ધગધગતું રહે છે. વગડામાં વા શૂન્યસ્થાનમાં સતેષને ધારણ કરી રહેલા
For Private And Personal Use Only