________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮
શ્રી પરમાત્મ તિ:
સરલભાવથી ચુકીશ નહિ. ઉત્સર્ગ અને અપવાદ માર્ગથી સદાકાળ આચરણ માર્ગમાં પ્રવૃત્તિ કરજે, કપટ ત્યાગ કરતાં અનેક પ્રકારના ઉપસર્ગ આવી પડે છે તેથી કરી જઈ પાછ કપટ વૃત્તિ ધારણ કરીશ નહિ. કપટની વૃત્તિથી ધમ ક્રિયાઓની સાફલ્યતા થતી નથી. કપટમાં ચપટ છે. હે ભવ્ય અનેક પ્રકારની કપટ વૃત્તિ ત્યાગ કરી સરલતા ભાવથી ધર્મ ક્રિયાઓનું યથાશક્તિ આરાધન કરજે, વિનયરને કપટથી ચારિત્ર ધારણ કર્યું. ઉદાયિ નૃપતિને નાશ કર્યો. અતરની સરલતા વિના વિનય રત્નની બાહ્યની ધર્મ ક્રિયા ફલ આપનારી થઈ નહીં. કેટલાક લોકો. દંભથી બહાકિયામાં મગ્ગલ થઈને અન્યની નિંદા કરે છે તે વપરનું હિત કરી શકતા નથી. અધ્યાત્મમાર્ગમાં પ્રવેશ કરવા માટે સરલતા મોટામાં મોટો ઉપાય છે. જ્ઞાનાચાર, દર્શનાચાર, ચરિત્રાચાર, તપઆચાર, વીચાર, પાલવામાં સરલતાની મુખ્યતા છે. સરલતા વિના સ્વસ્વભાવમાં રમણતા થતી નથી. જે ભવ્ય જીવ સરલતા ધારણ કરે છે. તે ઉચ્ચ ભાવનાને અધિકારી બને છે. હે ભવ્ય સંક્ષિપ્ત પણે કહેલો ઉપદેશ ધયાનમાં રાખજે. શ્રી સદગુરૂને ઉપદેશ શ્રવણ કરી વાડીલાલે સદગુરૂને વંદન કર્યું. એ હસ્ત જેડી વંદન કરી કહ્યું કે, હે શુરૂ ભગવદ્ હું તમારી આજ્ઞા મસ્તકે ચઢાવું છું. અને આજથી આત્મજીવન ઉચ્ચ કરવા સરલતાને અભ્યાસ કરીશ, આશા છે કે આપની કૃપાથી સરલતાના ઉચ્ચ માર્ગમાં પ્રવેશ કરીશ. આ પ્રમાણે કહી વાડીલાલ વંદન કરી પિતાને ઘેર ગયે. શ્રી સદગુરૂ આપ સ્વભાવમાં રમણતા કરવા લાગ્યા.
એવામાં ‘વીરચંદ્ર” નામના શ્રાવકે આવી વંદન કર્યું, અને વસર પામી શ્રી સદગુરૂને વંદન કરી કહ્યું કે, હે શ્રી સશુરૂ ભગવાન મને લેભ બહુ પીડે છે. લેભના લીધે હું મારૂ શુદ્ધ સ્વરૂપ ભૂલી જાઉં છું. હું હવે આવી લોભની વૃત્તિથી કે અવતાર ધારણ કરીશ, આપશ્રી જેવા ગુરૂ છતાં લેભ મારા
For Private And Personal Use Only