________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ
નિ:
૨૧૭
પરિહરીને આત્મધ્યાન કરૂ. એવામાં નગર બહાર એક સાધુને સમાગમ થયો. તેમની પાસેથી સદુપદેશ સાંભળી શેઠ ગૃહાવાસને ત્યાગ કરી શ્રમણ થયા, હે ભવ્ય વાડીલાલ આ દષ્ટાંતથી સમજ કે, સ્વાર્થની ખાતર કપટની બાજી રચવી એગ્ય નથી. મિત્રોની સાથે પણ સરલપણાથી વર્તવું. સરલ ભાવથી પરભવમાં ઉચ્ચ સ્થિતિ થાય છે. કપટ કરનાર ગમે તેવી પિતાની મોટાઈ ધારે પણ મર્યા બાદ દુર્ગતિના ભક્તા થાય છે. હે ભવ્ય સત્ય વિવેકથી સમજ કે, કપટથી કદી સુખ નથી, જે જે વખતે કપટ કરવાની બુદ્ધિ હારા હદયમાં ઉત્પન્ન થાય તે સમયે સરલતાને સ્વભાવ ધારણ કરજે, જે જે અંશે મન વચન અને કાયાના
ગથી સરલતા ધારણ કરીશ તે તે અંશે કપટ બુદ્ધિને નાશ થશે, સરલતાને અભ્યાસ ક્ષણે ક્ષણે વધારજે, બીજાને ઠગવા - અન્તરનું જુદુ અને બહિરનું જુદું એમ કરીશ નહિ. સરલતાથી
આમાં મુક્તિ સન્મુખ ગમન કરે છે. સરલતાથી અનંત કર્મની નિર્જરા થાય છે. સરલતાથી અનેક ગુણોની પ્રાપ્તિ થાય છે. સરલતાથી આત્મા સરલ થાય છે. સરલપણું પિતાનું હિત કરે છે. અને પરનું પણ હિત કરે છે. સરલતાથી આત્મા ક્ષણે ક્ષણે ઉચ્ચ ભાવનાનો અધિકારી થાય છે. આમેવતિમાં સરલતા મુખ્ય ગુણ છે. જગત્માં કપટના લીધે લેકે અશાંતિના સ્થાનભૂત થઈ પડ્યા છે. અશાંતિરૂપ વ્યાધિના નાશ માટે સરલતા ઔષધી અમૃત સમાન છે. કપટના અનેક ભેદો છે. તે સર્વથી આત્માના ગુણેનું આચ્છાદન થાય છે. હે ભવ્ય ટીલા ટપકાંથી કેટલાક લેકે બાહ્યથી ધર્મિપણાને દમામ રાખે છે પણ જે હૃદયમાં કપટ ભાવ ન વર્તતે હેય તે સર્વ ધર્મ કિયા લેખે થાય છે, હે ભવ્ય વાડીલાલ આજથી ખરા અંતઃકરણ ઉપદેશેલી હિત શિક્ષા ધ્યાનમાં રાખજે. પ્રમાદયોગે કદાપિ કપટ વૃત્તિને દોષ લાગી જાય તે પણ પ્રતિકમણ સમયે કપટ કર્યાની ક્ષમાપના કરજે, પ્રતિદિન સરલતાથી આત્માની ઉન્નતિ કરજે, દુનિયાથી ડરીશ નહિ, પિતાના
૨૮
For Private And Personal Use Only