________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ તિ: સારાંશ કે શુદ્ધ નિશ્ચયનયની દ્રષ્ટિથી કર્મ, રાગ, દ્વેષ. કંઈ પણ નથી. એમાં કંઈ આશ્ચર્ય નથી. વ્યવહારમાં આ માની સાથે કર્મની સંગતિ થાય છે. પણ શુદ્ધ નિશ્ચયનયથી જોતાં આત્મા કર્માદિકરૂપે પરિણમત નથી. અને કર્મ પણ નથી. એમ હદયમાં ભાવના કરવી. અને વળી વિચારવું કે,
देह कर्मादि सवि काज पुद्गल तणा। जीवना तेह व्यवहार माने घणा ॥ सयल गुण ठाण जीव ठाण संयोगथी। शुद्ध परिणाम विण जीव कार्य नथी ॥६॥
શરીર, જ્ઞાનાવરણીયાદિ અષ્ટ કર્મ, આદિ શબ્દથી ગૃહ, ધન વિગેરે સર્વ યુગલનાં કાર્ય છે, તેને વ્યવહારનયથી જીવનાં કાર્ય કહેવામાં આવે છે. પણ શુદ્ધ નિશ્ચયનયથી તે તે સર્વે પુદ્ગલ રૂપ છે. તેમ જ મિથ્યાત્વ, સાસ્વાદન વિગેરે સકલ ગુણસ્થાનક તેમજ સમસ્ત એ કેન્દ્રિય વિગેરે જીવનાં સ્થાનક ઈત્યાદિ સર્વ પુદ્ગલ કર્મદિકના સગથી છે, પણ તે આત્મ સ્વરૂપ નથી. કારણ કે, સમસ્ત ઉપાધી રહીત શુદ્ધ પરિણામ વિના બીજું જ વનું કાર્ય નથી. “શુદ્ધ પરિણામ તેજ જીવનું કાર્ય છે.” પણ પુદ્ગલ વિભાવપર્યય તે જીવનું કાર્ય નથી. ત્યારે તેને પિતાનું હું કેમ માનું કદી માનું નહીં. મારે શુદ્ધ પરિણામ તેજ “શુદ્ધ ધર્મ” છે. શુદ્ધ નિશ્ચયનયની દ્રષ્ટિથી શુદ્ધ પરિણામની પુષ્ટિ કરતા છતા વાચકજી કહે છે કે,
नाण दंसण चरण शुद्ध परिणाम जे, तंत जोतां न छे जीवथी भिन्न ते । रत्न जेम ज्योतिथी काज कारणपणे, रहित एम एकता सहन नाणी मुणे ॥
જ્ઞાન, દર્શન, ચારિત્રને શુદ્ધ પરિણામ વસ્તુગયા આત્માથી ભિન્ન નથી. જ્ઞાનાદિક ગુણજે આત્માથી ભિન્ન માનવામાં આવે તે આત્મા નિર્ગુણ જડ જે કહેવાય, માટે જીવથી જ્ઞાનાદિક ગુણ ભિન્ન
For Private And Personal Use Only