________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પાર્ભે ન્યુતિ:
खडी थी मितिमा जेम होए श्वेतता, भीति नवी खडीय नवी तेह भ्रम संगता.
C
,
એ ગાથાથી જોતાં પણ શુદ્ધ નિશ્ચયનયની દષ્ટિ આત્મદ્રવ્યનેજ આત્મદ્રવ્ય સ્વીકારે છે અને પુદ્ગલદ્રવ્યને જ પુદ્ગલદ્રવ્ય સ્વીકારે છે, શુદ્ધ નિશ્ચયની દૃષ્ટિથી શ્વેતાં પૌદ્દગલિક ભાવ પુગલપણે ' પિરણમે છે અને આત્મા આત્મરૂપે પરિણમે છે, શુદ્ધ નિશ્ચયનયથી જોતાં દેહ તે જીવ નથી. વચન તે જીવ નથી અને મન પણ જીવ નથી. અર્થાત્ દેહ, વાણી, મનથી ભિન્ન શુદ્ધ જીવ છે. કર્મ પણ આત્મા નથી રાગદ્વેષ પણ આત્મા નથી. જે કઇ કર્મના ચેાગે વિચિત્રતા દેખાય છે તે વિચિત્રતા શુદ્ધ તિશ્ચયનયથી જોતાં આત્માની નથી. દેહ, વાણી, મન, રાગ, દ્વેષ, કર્મ વિગેરે સર્વ પોલિક ભાવ છે અને તે પુદ્ગલપણે પિર ગુમે છે તેને પોતાના માનવા તે ભ્રમણા છે. તેમજ પાદગલિક ભાવ છે તે આત્માથી ભિન્ન છે તેથી તે ત્રણે કાલમાં શુદ્ધ તિશ્ચયનયથી આત્માના કહેવાય નહીં, અને તે આત્માને લાગી શકતા નથી. તેા પછી નાહક પાલિક ભાવના કતા ભાક્ત! - ત્માને કેમ માનું? અલખત માતુ નહીં. એમ શુદ્ધ નિશ્ચયનય આત્માનું સ્વરૂપ મતાવીને ભ્રાંતિના નાશ કરે છે, જુદો જુદો આત્મા અને પુદ્ગલ દ્રવ્ય છે તે એ એકરૂપ કોઈપણુ રીતિથી થાય નહીં. શુદ્ધ નિશ્ચયનયની દૃષ્ટિથી શ્વેતાં આત્મા પોતાનું સ્વરૂપ દોડી પુદ્દગલમાં પરિણમે નહી. માટે નિશ્ચયનયથી હૃદયમાં આવી શુદ્ધ ભાવના કરવાથી રાગ દ્વેષના નાશ થશે. અને આત્મા નિર્મળ થશે, ઉપધ્યાયજી પણ તેજ ભાવ જણાવે છે.
देह नवि वचन नवि जीव नवि चित्त छे। कर्म नवि राग नवि द्वेष नवि चित्त छे ॥ पुद्गलि भाव पुद्गलपणे परिणमे । द्रव्य नवि जुओ जुओ एक होवे किमे ||४||
For Private And Personal Use Only
૯