________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫
શ્રી પરમાત્મ ખ્યાતિ: અન્તરની બાહ્યની ક્રિયા જુદી હોય છે. કપટી મનુષ્ય કૃષ્ણસર્પ કરતાં પણ ભૂડો જાણવા. કપટથી મનુષ્ય અનેક પ્રકારનાં દુઃખ પામે છે, કપટથી ઘણા ભત્ર પરિભ્રમણ કરવું પડે છે. કપટી મનુષ્યના કોઈ વિશ્વાસ રાખતું નથી. કપટની ફાંસી કપટ કરના રનેજ તેમાં ફસાવી દે છે. કપટથી મન વચન અને કાયાનાયેગ સુધરતા નથી. ઊંટનાં અઢારે વાંકાંની પેઠે કપટી મનુષ્યની દરેક ક્રિયા વાંકી હોય છે. આ જગમાં અલ્પ અધિક સર્વત્ર કપટ વ્યાપી રહ્યું છે. : કપટના ફ્દ છે કાળા, કપટના ચિત્ર છે ચાળા.’ આ ગઝલથી કપટની સ્થિતિનુ` આબેહુબ વર્ણન થાય છે. હે ભવ્ય વાડીલાલ ! પડેલા દુર્ગુણાના એક્દમ કઇ નાશ થતા નથી. પણ શનૈઃ શનૈઃ નાશ થાય છે. કપટ વૃત્તિને નાશ થાય તે માટે ક્ષણે ક્ષણે ઉપયેગ રાખવા જોઇએ. સ્વાર્થના લીધે કપટ થાય છે. માટે મનમાં વિચારવું કે, હું જીવ ! તું સ્વાર્થમાં કેમ સપડાય છે. દુનિયાની કોઈપણ ક્ષણિક વસ્તુથી કાઇને સુખ થયું નથી. અને થનાર પણ નથી. ત્યારે કેમ સ્વાર્થ બુદ્ધિથી કપટ કરવું જોઇએ, દુનિયામાં કપટ ક્યા વિના પુણ્યચેગે ઈષ્ટ પદાર્થેાની પ્રાપ્તિ થાય છે તેમ છતાં કપટ કરવાથી વિશેષ લાભ થઈ શકતા નથી. એક નગરમાં એક શેઠ રહેતા હતા. તેની દુકાને એક ભરવાડની સ્ક્રી રૂ વેચવા આવી. શેઠે કપટ કરી એક રૂપૈયાના માલ પડાળ્યે, શેઠે પેાતાની સ્ત્રીને કહ્યુ કે, આજ હું એક રૂપૈયા કમાયા છું. તેથી તું ઘરમાં માલપુઆ કરજે. શેઠાણીએ માલપુઆ તૈયાર કયા. શેઠ નદીમાં ન્હાવા ગયા પાછળથી તેજ દીવસે મિત્રસહ શેઠાણીના જમાઈ આવ્યેા તે ઉતાવળથી અન્યત્ર જવાના હતા તેથી તેને માલપુઆ પીરસ્યા, જમાઈ મિત્રસહ સર્વ લેાજન સ્વાહા કરી ગયા. અને અન્યત્ર વિદાય થયે શેઠ સ્નાન કરી ઘેર આવ્યા. સ્ત્રીને કહ્યું લાવ ભાજન, સ્ત્રીએ શટલા આપ્યા, શેઠે કહ્યું, માલપુઆ કેમ આપતી નથી. સ્ત્રીએ કહ્યું, સ્વામીનાથ ! માલપુઆ તેા જમાઈ મિત્રસહુ આવ્યા હતા તે ખાઇને અન્ય
For Private And Personal Use Only