________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૪
શ્રી પરમાત્મ તિ: વંદન કરી કહ્યું કે હે સદ્ગુર વૈદ્યની આગળ રાગી જેમ સ્પષ્ટ વાત કહે છે. માતાની આગળ પુત્ર જેમ વિગત વાર્તા કહે છે તેમ આપની આગળ પણ સત્ય વાત કહું છું, તે કૃપા કરી સાંભળશે હે સદ્દગુરૂ, મારા હૃદયમાં સદાકાળ કપટની વાસના રહે છે. મિત્રાના સંબંધમાં પણ કપટથી વર્તે છું, વ્યાપારના સ્વાર્થમાં પણું કપટ કરૂ છું, પિસાની લાલચે ધર્મ કૃત્યમાં કપટ રાખું છું. ભેજન વ્યવહારમાં પણ કપટબુદ્ધિ ઉત્પન્ન થાય છે. અન્ય જનને છેતરીને હું એકલાઉ છું, પરભવના અભ્યાસના ગે આ ભવમાં પણ કપટબુદ્ધિ અનાયાસે ઉત્પન્ન થાય છે. માટે કૃપા કરીને કપટરૂપ અપાયથી દૂર રહી સચ્ચિદાનંદ સ્વરૂપમાં સદાકાળ રહું એ ઉપદેશ દેશે, શ્રી ગુરૂ પણ જ્ઞાનવડે પ્રથમતો કપટનું સ્વરૂપ દર્શાવવા લાગ્યા. તે વાડીલાલ, ભવ્ય, ત્યારા આત્માના હિત માટે જે કઈ કહું છું તે બરાબર સાંભળજે, માયા નરકનું બારણું છે. “માયા મિત્તાણિ નાઈ (માયા મિત્રાણિ નાશયતિ) માયા (કપટ) મિત્રને નાશ કરે છે. કપટીનો કોઈ મિત્ર થતું નથી. કપટ કરનાર પોતે ખાડામાં પડે છે. કપટ કરનારની બુદ્ધિ સારી રહેતી નથી. કપટી નીચમાં નીચ કન્ય કરે છે. કપટીના હદયમાં પાપને વાસ હોય છે. કપટ કર. નાર એમ સમજે છે કે હું અન્યને છેતરૂ છું. પણ વસ્તુગત્યા વિચારીએ તે પિતે છેતરાય છે, કપટી મનુષ્ય એમ મનમાં ધારે છે કે હું બીજાને છેતરૂં છું તે કઈ જાણતું નથી પણ વિચારતો નથી કે, કેવલજ્ઞાનીએ જાણી રહ્યા છે. કપટી ધવળ શેડની પિઠે બીજાને નાશ કરવા પ્રવૃત્તિ કરે છે પણ તેથી પોતાને નાશ કરે છે. ખેદે ઉંદર અને ભગવે ભુજંગની પેઠે કપટી દુઃખને પાત્ર બને છે, કપટી એમ જાણે છે કે હું કપટથી અન્યને છેતરી સુખી થઈશ પણ જાણતા નથી કે, “મીયાં રે મું અને અલ્ફા ચેરે ઉંટે” ની પેઠે મારી ગતિ થશે. કપટી મનુષ્ય અનેક જાતના વિકલ્પ સંકલ્પ કર્યા કરે છે, કપટી મનુષ્યની
For Private And Personal Use Only