________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ તિ: તમાં આશ્ચર્યકારક છે. તે આત્માના અનંત ગુણે છે. તેની પૂર્ણતા માટે પ્રયત્ન કરે. અને પર વસ્તુથી સદાકાળ અપૂર્ણતા માનવી અર્થાત્ મનમાં વિચારવું કે પર વસ્તુથી આત્મા પૂર્ણ થતું નથી. માટે જડની પૂર્ણતા વા અપૂર્ણતાથી સર્યું. મારે તે પોતાના સદ્ગુણોની પૂર્ણતા કરવી જોઈએ. સત્તાએ મારા જ્ઞાનદર્શનાદિ અનંત ગુણોથી હું પરિપૂર્ણ છું મારા ગુણે સ્વાભાવિક છે અન્ય વસ્તુમાંથી ખેંચીને લાવવાના નથી, પિતાનામાં જ છે તેથી તેનું
સ્મરણ કરતાં તે ગુણેને લાગેલાં કર્મનાં આચ્છાદને તુરત દૂર થાય છે. માટે હવે મારે તે બાહ્યાની મેટાઈ નાકનાં મેલ જેવી છે એમ ધારી અન્તરના જ્ઞાનાદિ ગુણોની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરવો જોઈએ. જ્યારે ત્યારે પણ આત્માના ગુણેને પ્રાપ્ત કર્યા વિના પરમપદ મળવાનું નથી. શ્રી બાહુબલીને અહંકારે કેટલું દુઃખ દીધું હતું. એમ સદાકાળ ભાવના ભાવવી. અહંકાર આવતાં લઘુતાનું સ્મરણ કરવું. જે ભવ્ય પર વસ્તુ સંબંધી લઘુતા ધારણ કરે છે તે પ્રભુતા પામે છે. માનને નાશ કરવામાં લઘુતા રામ બાણ સમાન છે. લઘુતા ધારણ કરવાથી અનેક સગુણોની પ્રાપ્તિ થાય છે. દુનિયામાં અનેક મનુષ્ય છે. તેમની પાસેથી ઘણું શીખવાનું મળે છે પણ માન દશા આડે આવવાથી આંધળાની પેઠે કંઈ દેખાતું નથી, જેમ પર્વત ઉપર રહેલે મનુષ્ય નીચેના મનુષ્યને નીચા દેખે છે. તેમ અહંકારરૂપ પર્વત ઉપર ચઢેલે
જીવ અન્ય જીવોને પિતાના કરતાં હલકા દેખે છે અને તેથી પિતે જ હલકે થાય છે. માટે માનને હૃદયમાં પ્રવેશ થવા દે નહિ. સ્વરૂપ ઉપયોગ અને લઘુતા ભાવનાથી માનને જલદી નાશ થાય છે. માટે હે ભવ્ય ઉપર કહેલા ઉપાયો પ્રસંગ પામી અમલમાં મૂકવા ચકીશ નહિ, હું ધારું છું કે તેથી અ૯પ કાલમાં આત્મજીવન ઉચ્ચ દેખાશે. આંતર જીવનનું અનંત સુખની ખુમારી પ્રગટશે. માયાના પ્રદેશમાં અનંત દુઃખ છે તેને નાશ કરે હોય તે અહંભાવના દૂર કરી અન્તરમાં ઉતરશે. હે ભવ્ય !
For Private And Personal Use Only