________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૨
કો પરમાત્મ
તિ:
લડવાનું છે. જ્યારે કઈ વસ્તુ પર રાગ થવાને પ્રસંગ આવ્યું કે તુરત સમજી લેઈ તે વખતે તુરત વૈરાગ્યનું સ્વરૂપ પૂર્ણ જેસથી ચિંતવવું. ખરા અંતઃકરણથી વૈરાગ્ય સ્વરૂપ ચિંતવવાથી રાગને વેગ શમી જશે. કેઈ એક મનુષ્યને સ્ત્રી ઉપર વિશેષ રાગ ધારણ કરતા હતા. ખુબસુરત સ્ત્રીને દેખી તેના મનમાં રાગ પ્રગટતે હતો. અને તેથી તે કામથી પીડાતા હતે એક દીવસ એક મુનિરાજ પાસે તે ગયે, મુનીશ્વરને પોતાની હકીકત જણાવી અને પુછયું કે હે સદ્દગુરૂ, મને એ ઉપાય બતાવે કે જેથી મને સ્ત્રી ઉપર થતો રોગ અટકે, મુનિરાજે કહ્યું જ્યારે સ્ત્રી દેખી તને રાગ થવા આવે કે તુર્ત સ્ત્રીના અવયની મલીનતા ક્ષણિકતા, ચિંતવવી, ભેગની અસારતા પૂર્ણ વૈરાગ્યના ભરપૂર વેગથી ચિંત. વવી, એમ કરીશ તો તારૂ મન વૈરાગી બનશે અને તેથી સ્ત્રીના ઉપર થતે રાગ પ્રતિદિન કમી થતો જશે. અને પૂર્ણ વૈરાગ્ય અને જ્ઞાન બળથી રાગ અંતે નાશ પામશે. પેલા મનુષ્ય મુનિરાજના કહેલા વિચારે અમલમાં મૂક્યા. તેથી તે વૈરાગ્ય બળથી અભ્યાસ એગે વિજયી બન્યા. માટે મનુષ્યોએ ઉપયોગમાં રાખવું કે, જે જે દુર્ગણે ઉત્પન્ન થાય. તેના પ્રતિપક્ષી સદ્ગ
ની ભાવના કરવી. એક મનુષ્યને વારંવાર કાર્ય પ્રસંગે કોધ થયા વિના રહેતો નહોતો. તેથી તે જગમાં મિત્ર વગરને થઈ પડયે હતે. એક વખત તેને કોઈ મુનિરાજ મળ્યા. ત્યારે તેણે મુનિરાજને વંદન કરી કહ્યું કે, હે મુનિવર્ય આપ ભાવ વૈદ્ય છે. આપશ્રી તરે છે. અને અન્યને તારો છે. આપનું જીવન સફળ છે. આપને એક ઉપાય પુછું છું તે કૃપા કરીને જણાવશો. મને સ્ત્રીના ઉપર કાંક પડતાં કે બહુ થાય છે. તેમજ પુત્રના ઉપર પણ મારા કહ્યા પ્રમાણે ચાલતું નથી તેથી કેધ ઉત્પન્ન થાય છે. તેમજ મારા કહ્યા પ્રમાણે કરો કામ કરતા નથી તેથી નેક ઉપર તપી જાઉં છું. કેઈ મને કેધી કહે છે તે તેના ઉપર પણ તપી જાઉં છું. સહેજ વાતમાં મિત્રે પર તપી જાઉં
For Private And Personal Use Only