________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ તિઃ
૧૯ી
વિના નવીન કર્મ બાંધતે નથી માટે રાગ કર એગ્ય નથી. આત્મા રાગદ્વેષની જંજાળમાં પઢને જ્ઞાનદર્શન ચારિત્ર ગુણેને ખીલવી શકતું નથી. ક્ષણિક જડ વસ્તુઓમાં રાગ કરે ચેષ્યિ નથી તેમ દ્વેષ કર પણ નથી. પણ સમભાવથી આત્માના ઉપગમાં રહેવું ગ્ય છે. આત્માવિના અન્ય વસ્તુઓ આત્માની નથી ત્યારે તે અન્ય વસ્તુઓ માટે કપટ કરવું. હિંસા કરવી, અસત્ય વદવું. ચેરી કરવી, મૂછા કરવી. વિશ્વાસ ઘાત કર, આદિ દુર્ગણે સેવવા એગ્ય નથી. આત્માની સાથે કઈ વસ્તુ આવનાર નથી ત્યારે તે વસ્તુઓની પ્રાપ્તિ માટે નાહક કેમ રાગ ધારણ કરે. ક્ષણિક વસ્તુઓમાં હું અને મારાપણાની બુદ્ધિ ઉઠાવી લેતાં આત્મા રાગ અને દ્વેષથી બંધાતો નથી. પરવસ્તુમાં ઈષ્ટ કલ્પના અને અનિષ્ટ કલપના કરી હર્ષ શેક મેહમાયા ધારણ કરવાથી આત્મા અજ્ઞાનથી પોતે સંસારમાં બંધાય છે. પણ જડ વસ્તુઓ આત્મા ને સ્વયમેવ પકડી રાખવા સમર્થ નથી. જેમ કે મનુષ્ય અજ્ઞાનથી સર્પને પકડવા ગયે તો પોતે દુઃખ પામે તેમ આત્માજ મેહનાયેગે પરવસ્તુને પોતાની માની દુઃખ પામે છે. સંસારમાં સ્ત્રી, પુત્ર, ધન, કુંટુંબને મારાં માનવાથી જીવ રાગથી દુઃખ પામે છે. અને જે મારાપણાની બુદ્ધિ પરિહરે તે દુખ ટળી જાય, જ્યારે આત્મા પિતાના શુદ્ધ સ્વરૂપના ઉપગથી ચૂકે છે ત્યારે તે રાગ દ્વેષરૂપ અપાયમાં ફસે છે. પણ જ્યારે આત્મા. સુગુરૂસંગતિ પામે છે ત્યારે તેને રાગદ્વેષ પડતા નથી. સંસારમાં ક્ષણે ક્ષણે રાગદ્વેષ થવાના પ્રસંગે આવી પડે છે, તેવા પ્રસંગે જ્ઞાની પુરૂષ સ્વાર્થ બુદ્ધિને ત્યાગ કરીને આત્માને શુદ્ધ ધર્મરૂપ પરમાર્થ આગળ કરીને રાગદ્વેષની સામે ઉભું રહી યુદ્ધ કરે છે. અને તે આત્માના પરાક્રમથી વિજય મેળવે છે. અનંત છ રાગદ્વેષને જીતી મુક્તિમાં ગયા. અનંત જશે અને જાય છે, રાગદ્વેષની સામે તેથી, ભાલાથી, વા તરવારોથી વા, મુષ્ટામુષ્ટિ યુદ્ધથી લડવાનું નથી પણ રાગદ્વષની સામે તે મૈત્રીઆદિ ભાવનાથી
For Private And Personal Use Only