________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ જ્યોતિઃ આવ્યું કે નહીં તે તરફની ચિંતા ન કરતાં શુદ્ધ રમણુતાના નિર્ભય આનંદમાં લીન થવું જોઈએ. શુદ્ધ રમણતા ગુણઠાણાના શિખરે અને ચંદ ગુણસ્થાનકની પેલી પાર કરશે. ધ્યાનમાં હું કયાં સુધી ચઢ. હું કયા ગુણઠાણે છું એમ જેવાની જરૂર નથી. ધ્યાન કરતાં કરતાં મારા કર્મની કેટલી પ્રકૃતિ ખરી અને કેટલી બાકી રહી એમ વિચારવાની જરૂર નથી, ધ્યાનથી શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત કરું છું. મારા શુદ્ધસ્વરૂપમાં હું છું. તેવા શુદ્ધ વિચારોમાં સ્થિરતા કરવી જોઈએ. વીર્યના પ્રાબલ્યથી ભવ્ય આમામાં વાયુ રહિત દીપક જતિની પેઠે સ્થિર થાય છે. તે પિતાની જાગતી જ્યોતિનાં દર્શન કરી શકે છે. કેટલાક લેકે આત્માના આનંદની ખુમારીને સ્વાદ ચાખી દુનિયાની ખટપટ છોડી દઈ એકાંત વાસ સેવે છે. શ્રી આનંદઘનજી અને શ્રી ચિદાનંદજી મહારાજે સાધુના વેષમાં એકાંત વાસ ઘણે સે હતો તેનું કારણ આત્મપ્રભુની એકાંત વાસમાં સારી સેવના થતી હતી તેજ હતું. નિંદા, વિકથા, વેર વિગેરે દેને નાશ થવાથી ભવ્ય જીવ આત્માની ઉચ્ચ કેટી પર આવી શકે છે. પુગલની મમતા પરભાવ દૂર કરીને આત્મદષ્ટિથી વર્તવું જોઈએ. આત્મ વર્તનથી સદા વર્તવું જોઈએ, અમુક આવે અમુક બેટ છે. અમુકનામાં કંઈ નથી. ઈત્યાદિ પર વાત દૂર કરીને આત્મસ્વભાવમાં ૨મણુતા કરવી જોઈએ. આત્મા પરમાત્મા છે એવી દઢ શ્રદ્ધાથી ઉચ્ચ ભાવના ભાવવી જોઈએ. નિષ્કામ ભક્તિથી આત્માના અનંતગુણમાં લીનતા કરવી જોઈએ. બાહ્યનાં ગમન, ભક્ષણ, આદિ કૃત્ય કરતાં પણ અતર્દષ્ટિ ધારણ કરવી જોઈએ. સાલંબન આજ્ઞાઓનું સ્વરૂપ વિચારવું જોઈએ. ઉપશમાદિ ભાવથી ક્ષાયિક ભાવની સિદ્ધિ કસ્વી જોઈએ. જે ભવ્યજી અહંમમત્વનાં મૂળ બાળી સ્વરૂપ ભાવનાથી સ્વસ્વભાવમાં વર્તે છે. તેઓ અ૫ભવમાં યથાર્થ પરમાત્મ સ્વરૂપ પ્રાપ્ત કરે છે. જેમ જેમ જીવ જ્ઞાનની વિશેષતા પ્રાપ્ત કરે છે તેમ તેમ ધ્યાનની વિશેષતા પ્રાપ્ત કરે
For Private And Personal Use Only