________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૪
શ્રી પરમાત્મ તિઃ
ધર્મધ્યાનના ચાર પ્રકાર છે. “આજ્ઞાવિચય, અપાયવિચય, વિપાકવિચય, સંસ્થાનવિચય, ધર્મધ્યાન, ચાર લક્ષણ કહ્યાં છે તે નીચે મુજબ, ૧ આજ્ઞારૂચિ, નિસર્ગરૂચિ, સૂત્રરૂચિ, અવગાઢરૂચિ, તેમજ ધર્મધ્યાનનાં ચાર આલંબન કહ્યાં છે. તે નીચે મુજબ. વાચના, પ્રતિપૃચ્છા, પરિવર્તન, અનુપ્રેક્ષા, તેમજ ધર્મધ્યાનની ચાર અનુપ્રેક્ષાઓ કહી છે. “એકાનુપ્રેક્ષા, અનિત્યાનુપ્રેક્ષા, અશર ણાનુપ્રેક્ષા અને સંસારાનુપ્રેક્ષા,” હવે તે સંબંધી વિશેષકિંચિત્ જણાવવામાં આવે છે. જિનેન્દ્ર ભગવાનની આજ્ઞાને વિચાર કરે શ્રી તીર્થકરે ધર્મસ્તિકાયાદિ દ્રવ્યનું સ્યાદ્વાદ રવરૂપ કહ્યું છે. સ્યાદ્વાદનું લક્ષણ કહે છે. एकस्मिन् वस्तुनि विरुद्धधर्मद्वय समावेशः स्याद्वादः
એક વસ્તુમાં વિરૂદ્ધ બે ધર્મને સમાવેશ તેને “સ્યાદ્વાદ” કહે છે. જેમ એક મનુષ્ય પુત્રની અપેક્ષાએ પિતા છે અને પિતાની અપેક્ષાએ પુત્ર છે. ત્યારે એકમાં પિતા અને પુત્ર એમ બે વિરૂદ્ધ ધર્મને સમાવેશ થયે તે “યાદ્વાદ” છે. ધર્મસ્તિકાયાદિક પદ્રવ્યમાં એમ ભાવના કરવીઃ અથવા.
विरूद्ध धर्मद्वय प्रतिपादनपरः वक्तुरभिप्रायविशेषः स्याद्वादः अथवावस्तुस्वरूपप्रतिपादनपरः श्रुतविकल्पः स्याद्वादः अथवा एकैकस्मिन् वस्तुनि सप्रतिपक्षानेक धर्मस्वरूप प्रतिपादनपरः स्याद्वादः एकस्मिन् जीवाजीवादी विरुद्धंयधर्मद्वयंनित्यानित्यास्तित्वनास्तित्वोपादेयानुपादेयाभिलाप्यनिभिलाप्यादिलक्षणं तत्प्रतिपादनपरः श्रुतविकल्पः स्याद्वाद.
વક્તાને વિરૂદ્ધ ધર્મદ્રય પ્રતિપાદનપર અભિપ્રાય વિશેષ તેને સ્યાદ્વાદ કહે છે. અથવા વસ્તુસ્વરૂપ પ્રતિપાદન પર એ શ્રત વિક૯૫ તેને સ્યાદ્વાદ કહે છે. અથવા ધર્માસ્તિકાય આદિ એકેક દ્રવ્યમાં સત્રતિપક્ષ અનેક ધર્મસ્વરૂપ પ્રતિપાદનમાં તત્પર હેય તેને સ્વીકાર કહે છે, જીવતત્વ, અજીવતત્ત્વ, પુણ્યતત્ત્વ, પાપ
For Private And Personal Use Only