________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ તિઃ
૧૭ आशा दासी के जे जाया, ते जन जगके दासा; आशा दासी करे जे नायक, लायक अनुभव प्यासा. आशा. २ मनसा प्याला प्रेम मशाला, ब्रह्मअग्नि परजाली; તને માટ ચવટાફ વાસ, ગાજે નુમ સ્ટારી. યારા. ૩ अनुभव प्याला पीयो मतवाला, चिन्ही अध्यातम वासा; आनन्दघन चेतन व्है खेले, देखे लोक तमासा. आशा. ४
પિગલિક વસ્તુની શી આશા કરવી જોઈએ. જ્ઞાનરૂપ અમૃત રસ પીવે એગ્ય છે. હે ચેતન! તું ચોરાશી લાખ જીવ પેનિમાં અનંતિવાર ભટ અનંતિવાર જન્મ મરણ કર્યું, પણ તેથી તું જરામાત્ર શાંતિ પામ્યા નહીં. લોકાકાશના અસંખ્ય પ્રદેશ છે. તેના પ્રત્યેક પ્રદેશે અનંતિવાર જન્મ મરણ કર્યા, નિગદમાં અનંતિ કાળ ગુમાવ્યું. અનાદિકાળથી નિગદમાં રહ્યો. કર્મનાયેગે એક શ્વાસોશ્વાસમાં સાડાસત્તર ભવ ઝાઝેરા કર્યા. વનસ્પતિના ભવમાં અનેકવાર છેટા, ભેદાએ, સ્થાવરમાં પણ તે કશું સુખ દેખ્યું નહિ. કીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિયમાં પણ અનેક જન્મ ધારણ કરી અનંત દુઃખ વેઠયાં. પશુ પંખીના ભાવમાં છેદન, ભેદન, તાડન, તર્જન, તૃષા, સુધાનાં વિવિધ દુઃખ ભગવ્યાં. પણ તે ચેતન તેનો પાર આવ્યું નહિ. હવે તે વિચાર કર કે તું ક્યાંથી સુખ પામીશ. ધર્મની સામગ્રી પામી હવે આશા તૃષ્ણાને પરિહાર કર, વળી હે ચેતન વિચાર કે
ગાથા.. देवा विसय पसत्ता, नेरइया विविह दुह संसचा, तिरिया विवेग विगला, मणुआणं धम्मसामग्गी. ?
દેવતાઓ વિષયમાં આસક્ત હોય છે. નારકીના છ વિવિધ પ્રકારના દુઃખમાં આસક્ત હોય છે. તિર્યંચના છ વિવેક રહિત હોય છે. મનુષ્યને ધર્મ સામગ્રી છે. ચતુર્ગતિમાં પરિભ્રમણ કરતાં દુર્લભ મનુષ્યભવ પામીને ચેતન હવે વિચાર કે,
For Private And Personal Use Only