________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ તિ:
૧૫૭
રમણતા અધર્મ છે. શુદ્ધાત્મ રમણતા અમૃત સમાન છે. અને અશુદ્ધાત્મ રમણતા વિષ સમાન છે. શુદ્ધાત્મ રમણતા મેક્ષની કુંચી છે. અને અશુદ્ધાત્મ રમણતા ચતુર્ગતિનું દ્વાર છે. આત્માના જ્ઞાનાદિક ગુણ આત્મામાં સમાય છે. માટે આત્મહષ્ટિથી આત્માના ગુણે આત્મામાં શોધવા, જેમ તારાદિકની તિ સૂર્યની જેતિમાં સમાઈ જાય છે, તેમ આત્માના ઉપશમાદિ ગુણ શક્તિ ક્ષાયિક ગુણોમાં સમાય છે, આત્માના ગુણની શકિત ક્ષાયિક ભાવે થતાં અન્યમાં પરિણમતી નથી. ક્ષાયિકભાવે સર્વ ગુણે પ્રગટ થતાં સિદ્ધ બુદ્ધ પરમાત્મારૂપે આત્મા બને છે. પુગર્લભાવથી દૂર રહીને આત્મ સ્વભાવમાં રમણતા કરવી તે જ પોતાના સ્વરૂપમાં સમાવાનું જાણવું. અને તેજ “ સ્વ સમય જાણુ. ગુરૂપણું, પીતવર્ણ, સ્નેહત્વ ઈત્યાદિ સુવર્ણના અનેક પર્યાય છે. અને તેથી સુવર્ણના અનેક ભેદ પડે છે. એ સર્વ પર્યાયાર્થિકનયની દ્રષ્ટિના ભેદ છે. પણ દ્રવ્યાર્થિકનની દ્રષ્ટિથી જોતાં સુવર્ણ એકરૂપ છે. તેમજ વ્યવહારનયથી જોતાં ઇન્દ્રિયેની અપેક્ષાએ ગતિની અપેક્ષાએ તથા ગુણગણની અપેક્ષાએ તથા જ્ઞાનદર્શન ચારિત્રની અપેક્ષાએ પર્યાયદષ્ટિથી અનેક ભેદ પડે છે. પણ દ્રવ્યાર્થિકનયની દૃષ્ટિની જોતાં જીવતત્ત્વ એકરૂપ જણાય છે. તેમાં ભેદ પડતું નથી. પર્યાયાર્થિકનય દષ્ટિથી આત્માનું અશુદ્ધરૂપ પરિહરીને શુદ્ધસ્વરૂપ અંગીકાર કરવું. જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય, ઈત્યાદિ આત્માના અનંત ગુણ છે, તે ગુણોને પરસ્પર ભેદ પાડવે તે વ્યવહારનય અપેક્ષાએ જાણ. શુદ્ધાત્મ સ્વરૂપમાં રાગદ્વેષ રહી તરમતા કરવી તેને નિર્વિકપ રસ કહે છે. શુદ્ધ નિરંજન એક આત્મ સ્વરૂપમાં રમણતા કરવી તે જ નિર્વિકલ્પ રસ છે. તેને પરમપ્રેમથી પીતાં આત્મસુખની ખુમારી પ્રગટે છે. સુપયોગ સવિકલ્પક છે. અત્રે નિશ્ચયનયથી આત્માનું વર્ણન છે. તેથી શુભેપગમાં નહિ રમતાં શુધ્ધ પગમાં રમણતા કરવી તે જ પરમઆદેય માર્ગ છે. જ્ઞાનાદિક ગુણથી અભિન્ન શુદ્ધાત્મ સ્વરૂપમાં
For Private And Personal Use Only