________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપદે.
શ્રી પરમાત્મ જ્યોતિ:
~ આત્માના અનંતજ્ઞાનાદિક ગુણે આત્મારૂપ આધારને છેડી અન્યમાં કઈ કાલે સમાતા નથી. માટે આનંદઘનજી સ્વસમયનું સ્વરૂપ દશાવતા છતા કહે છે કે, આત્માના જ્ઞાનાદિ ગુણે આત્માના અસંખ્યાત પ્રદેશમાં છે માટે ત્યાં રમણતા કરવી જોઈએ.
- આત્માના જ્ઞાનાદિક ગુણોની શક્તિ છે તે અસંખ્ય પ્રદેશથી ભિન્ન નથી. જ્ઞાનાવરણીય કર્મના નાશથી જ્ઞાનગુણ પ્રગટે છે. દર્શના વરણીય કર્મના નાશથી દર્શનગુણ પ્રગટે છે, મોહનીય કર્મના નાશથી ચારિત્ર ગુણ પ્રગટે છે. વીતરાય કર્મના નાશથી અનંત વીર્ય પ્રગટે છે. જ્ઞાનાદિક ગુણોની પોતપોતાની પ્રવૃત્તિને તે ગુણેની શક્તિ કહેવાય છે. સર્વગુણેની શક્તિ આત્માના અસંખ્ય પ્રદેશરૂપ આધારમાં સમાય છે. આત્માના ગુણ અને પર્યાય આત્મામાં સમાય છે. જ્ઞાનાવરણીય કર્મને ક્ષયે પશમ થતાં ક્ષપશમભાવે જ્ઞાન પ્રકાશે છે. જ્ઞાનાવરણીય કર્મને ક્ષાયિક ભાવ થતાં ક્ષાયિક ભાવે સાદિ અનંતમા ભંગે જ્ઞાન પ્રકાશે છે. તેમજ દર્શનાવરણીય કર્મને ક્ષયપશમ થતાં પશમ ભાવે દર્શન પ્રકાશે છે. અને ક્ષાયિકભાવ થતાં ક્ષાયિકભાવે પ્રકાશે છે. મોહનીય કર્મનો ઉપશમ ભાવ થાય છે. ક્ષાપશમ ભાવ થાય છે અને ક્ષાયિક ભાવ થાય છે. અંતરાય કર્મને પશમ અને ક્ષાયિક ભાવ થાય છે. શાનદર્શન ચારિત્ર વીર્ય ક્ષાયિક ભાવે થતાં આત્મા પરમાત્મારૂપ થાય છે. આત્માના અસંખ્ય પ્રદેશમાં સર્વ ગુણે પિત પિતાનું ભિન્ન ભિન્ન કાર્ય કરતા છતા પણ દ્રવ્યાર્થિકનયની અપેક્ષાએ અભિન્ન પણે રહ્યા છે. સર્વ ગુણની શક્તિ આત્મામાં સમાય છે. માટે પરપુદ્ગલ વસ્તુની રમણતાને ત્યાગ કરીને શુદ્ધાત્મગુણ રમણતામાં લયલીન થવું તે ચારિત્રની અપેક્ષાએ “સ્વ સમય” જાણ. પોતાના ગુણે પિતાનામાં છે. જ્યારે ત્યારે પણ શુદ્ધાત્મ રમણતાથી અનંત ગુણો પ્રગટ થશે. જ્યારે ત્યારે પણ શુદ્ધાત્મ રમણતાથી અનંત સુખ પ્રગટશે, શુદ્ધાત્મ રમણતાજ આત્માને ધર્મ છે. અને અશુદ્ધ
For Private And Personal Use Only