________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ તિઃ
૧૫૩ ~~-~-~
-
~-
दर्शन ज्ञान चरणथकी, अलख स्वरूप अनेकरे। निर्विकल्प रस पीजीयें, शुद्ध निरंजन एकरे. धर्म. ५ परमारथ पंथ जे कहे, ते रंजे एकतंतरे व्यवहारे लख जे रहे, तेहना भेद अनन्तरे. धर्म. ६ व्यवहारे लखे दोहिला, कांइ न आवे हाथरे शुद्धनय थापना सेवतां, नवी रहे दुविधा साथरे. धर्म. ७ एक पखी लखी प्रीतडी, तुम साथे जगनाथरे; कृपा करीने राखजो, चरणतले ग्रही हाथरे धर्म. ८ चक्री धरम तीरथतणो, तीरथ फल ततसार तीरथ सेवे ते लहे, आनन्दघन निर्धाररे. ઘર્ષ. ૧
શ્રી અઢારમા અરનાથ ભગવાનને ધર્મ ઉત્કૃષ્ટ છે. તે શી રીતે જાણું? હે ભગવાન સ્વસમય અને પરસમયથી સમજાવશે. કારણ કે આપ મહિમાવંત કેવલજ્ઞાની છે. કેવલજ્ઞાનથી આપ સર્વ પદાર્થને એક સમયમાં જાણે છે, માટે મારા પ્રશ્નનું સમાધાન કરશે. શ્રી અરનાથ પ્રભુ સાક્ષાત્ જાણે ઉત્તર આપતા હોય તેમ સ્તવનમાં આનંદઘનજી પરમધદ્વારા સમાધાન કરે છે.
શુદ્ધાત્મવરૂપનો અનુભવ સદા કર તે “સ્વસમય” છે. મિથ્યાત્વ રાગદ્વેષના ઉપશમાદિ ભાવે સ્વ સ્વરૂપને અનુભવ થાય છે. મન વાણી કાયાથી “આત્મ સ્વરૂપ” ભિન્ન છે. તથા જ્ઞાનાવરણીયાદિ અષ્ટપ્રકારના કર્મથી અસંખ્ય પ્રદેશી આત્મા ભિન્ન છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીયે, સુખ આદિ અનંતગુણથી આત્મા સદાકાળ શોભે છે. પરપુગલવસ્તુથી આત્મા ભિન્ન છે. આત્મા માં જ સચ્ચિદાનન્દપણું રહ્યું છે. આત્માનું કર્મ રહિત શુદ્ધ સ્વરૂપ તેને જે અનુભવ તેને “શુદ્ધાત્માનુભાવ” કહે છે. આત્માના શુદ્ધ સ્વરૂપને પામવું. શુદ્ધ સ્વરૂપના ઉપયોગી રહેવું. શુદ્ધાત્મ સ્વરૂપ વિના અન્ય સ્વરૂપ પિતાનું નથી એમ જે નિશ્ચય તેને શાસ્ત્રકાર “સ્વસમય” કહે છે. આ “સ્વસમય” ચારિત્રની અપેક્ષાએ
For Private And Personal Use Only