________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૪
શ્રી પરમાત્મ તિઃ
જાણ. અને પરસમય પણ આત્મસ્વભાવ રમણતા વિનાની અપેક્ષાએ જાણવે. તેમજ જિનદર્શનની અપેક્ષાએ “સ્વ સમય” છે અને “એકાન્તમત” ની અપેક્ષાએ “પરસમય છે. અત્ર શુદ્ધાત્મ સ્વરૂપ રમણતારૂપ : સ્વ સમય’ માં રમતા કરવાથી અનંત ભવનાં કર્મ નાશ પામે છે. અને આત્મા તે પરમાત્મા થાય છે. આત્મ સ્વરૂપમાં રમણતા કરતાં જે સ્થિતિ થાય છે તે બતાવે છે.
en. योगात् प्रदेशबन्धः स्थितिबंधो भवति तु कषायात् ; दर्शन बोध चरित्रं, न योगरूपं न कषायरूपंच. ॥१॥
મન વસન અને કાયાના વ્યાપારથી પ્રદેશબંધ તથા પ્રકૃતિ બંધ પડે છે, અને કષાયથી સ્થિતિબંધ તથા રસબંધ પડે છે. પણ સમ્યક્ જ્ઞાનદર્શન અને ચારિત્ર છે તે ગરૂપ પણ નથી તેમ કષાયરૂપ પણ નથી. શુદ્ધાત્મ રમણતાથી પ્રકૃતિબંધ તથા પ્રદેશબંધ તથા સ્થિતિબંધ તથા રસબંધને નાશ થાય છે. શુદ્ધા ત્મ રમણતાથી ચોગની ચંચળતા ટળે છે. તેમજ કષાયને પણ નાશ થાય છે. દ્રવ્યક્ષેત્ર કાલભાવથી આત્મ સ્વરૂપ સમજી તેમાં રમણુતા કરવી. દ્રવ્યાદિકનાં લક્ષણ કહે છે
दव्वं गुण समुदाओ, खित्तं ओगाहवणाकालो; गुण पज्जाय पवत्ती, भावो निअ वथ्थु धम्मो सो.॥१॥
ગુણને સમુદાય તે દ્રવ્ય જાણવું. અસંખ્ય પ્રદેશરૂપ ક્ષેત્ર જાણવું. ગુણપર્યાયની પ્રવૃત્તિ તે કાલ જાણુ, તથા વસ્તુ ધર્મ અનંત પિતાને છે તે ભાવ જાણ. આવી રીતે વ્યક્ષેત્ર કાલ ભાવથી આત્માનું શુદ્ધ સ્વરૂપ વિચારતે છતે આત્મા સ્વ સ્વરૂપ માં લીન થાય છે. આવી શુદ્ધ રમણતારૂપ સ્વ સમયને ભેગી તેમ ભેગી આત્મા અનંત સુખને અનુભવ કરે છે. સ્યાદ્વાદનાયકથીત શુદ્ધાત્મ સ્વરૂપને ભેગી છમસ્થાવસ્થામાં આત્મા શ્રુતજ્ઞાનયેગે
For Private And Personal Use Only